Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

કોરોનાના વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત બેંગલોરનો ડોક્ટર રિકવરી બાદ ફરી વખત કોરોના પોઝિટીવ

ગુજરાતી મૂળના દક્ષિણ આફ્રિકી નાગરિક સંક્રમિત થયા બાદ ક્વોરન્ટીન કરાયેલ પણ એડમિનિસ્ટ્રેશનને જણાવ્યા વિના દુબઈ ભાગી ગયો: બીજા દર્દી સામે કેસ નોંધાયો

બેંગલોરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત ડોક્ટર રિકવરી બાદ ફરી કોરોના પોઝિટીવ થઈ ગયો છે. બેંગલોરમાં રહેતા આ ડોક્ટર ભારતમાં ઓમિક્રોનના શરૂઆતના બે કેસમાંથી એક હતા. તો બીજો દર્દી, જે સાઉથ આફ્રિકાનો રહેવાસી હતો અને વહીવટી અધિકારીઓને વગર કહ્યે દુબઈ જતો રહ્યો હતો, તેની વિરુદ્ધ પોલીસે કેસ નોંધ્યો છે.

ગુજરાતી મૂળના દક્ષિણી આફ્રિકી નાગરિકને સંક્રમિત થયા બાદ ક્વોરન્ટીન કરવામાં આવ્યો હતો. પછી તે એડમિનિસ્ટ્રેશનને જણાવ્યા વિના દુબઈ ભાગી ગયો. તો બેંગલોર મહાનગરપાલિકાએ જણાવ્યું કે આ સત્ય છે કે જે ડોક્ટર ઓમિક્રોન સંક્રમિત હતા, તે ફરીથી કોરોના પોઝિટીવ થયા છે. અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે ડોક્ટર આઇસોલેશનમાં છે અને તેમનામાં હજુ સુધી કોઈ લક્ષણ નથી જોવા મળ્યા. ડોક્ટર કોરોના વેક્સીનના બંને ડોઝ લગાવી ચૂક્યા છે. આ ઉપરાંત તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી બીજી  પોલિસે દક્ષિણ આફ્રિકન નાગરિક પર કેસ કર્યો છે, જે ક્વોરન્ટીન નિયમો તોડીને દુબઈ ભાગી ગયો. એટલું જ નહીં એ ફાઈવ સ્ટાર હોટેલના મેનેજમેન્ટ અને સ્ટાફ પર પણ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે, જ્યાં દર્દી રોકાયો હતો અને તેને આરોગ્ય વિભાગને જણાવ્યા વિના જવા દેવામાં આવ્યો. પોલિસના જણાવ્યા મુજબ, આ લોકો પર કર્ણાટક મહામારી અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. .

20 નવેમ્બરે આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી નેગેટિવ રિપોર્ટ સાથે ભારત પહોંચ્યો હતો. ત્યારબાદ બેંગલોર એરપોર્ટ પર સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ થયું. 20 નવેમ્બરે તેણે હોટેલમાં ચેક ઇન કર્યું. ત્યારબાદ તેની રિપોર્ટ પોઝિટીવ આવી. એ પછી 22 નવેમ્બરે દર્દીના સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે લેવામાં આવ્યા. દર્દીએ 23 નવેમ્બરે પ્રાયવેટ લેબમાં ટેસ્ટ કરાવ્યો અને તેની રિપોર્ટ નેગેટિવ આવી. એ પછી દર્દીએ 27 નવેમ્બરે હોટેલથી ચેકઆઉટ કર્યું અને એરપોર્ટ માટે કેબ લીધી. એ પછી તેણે દુબઈ માટે ફ્લાઈટ પકડી.

(11:22 pm IST)