Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

રેપ કેપિટલ નિવેદન બાદ રાહુલ ગાંધીનું નામ લીધા વિના ઉપરાષ્ટ્રપતિએ કહ્યું દેશનું નામ બદનામ ના કરો

નવો કાયદો લાવવો સમાધાન નથી: નિર્ભયા કાયદો તેનું ઉદાહરણ છે.

પુણે : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતને 'રેપ કેપિટલ' ગણાવતા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ તેમને નામ લીધા વગર કહ્યું કે આપણે આપણા દેશનું નામ બદનામ કરવું જોઇએ નહીં. આ પ્રકારની ક્રૂરતાના મામલામાં આપણે રાજકારણ કરવું જોઇએ નહીં. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે નવો કાયદો લાવવો એ રેપની સમસ્યા નથી અને નિર્ભયા કાયદો તેનું ઉદાહરણ છે.

 પુણેના એક કાર્યક્રમને સંબોધન કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યુ કે, ભારતીય પરંપરામા આપણે સ્ત્રીનો મા અને બહેનના રૂપમા વ્યવહાર કરીએ છીએ. એવા દિવસોમા કેટલાક ભાગોમા કંઈક થયુ છે એ શરમજનક છે અને આપણા માટે પડકાર છે. આના સમાધાન માટે નવો કાયદો લાવવો સમાધાન નથી. હું નવો કાયદો કે વિધેયક લાવવાના વિરોધમા છું. અમે નિર્ભયા માટે બિલ લાવ્યા. શું થયું? શું સમસ્યાનું સમાધાન થઈ ગયું છે?

ભારતનું નામ ખરાબ થઇ રહ્યુ છે. કોઇએ કહ્યુ કે, ભારત ફલાળા વસ્તુનું કેપિટલ બની રહ્યુ છે, હું એમા પડવા નથી માગતો. આપણે આપણા દેશના નામને બદનામ કરવું જોઇએ નહીં. આપણે આવી કોઈ ક્રુરતાની બાબતમા રાજકારણ કરવું જોઇએ નહીં.

(6:22 pm IST)