Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

દિલ્હી અનાજ મંડી વિસ્તારમાં ભીષણ આગ : ૪૪ ભડથુ થયા

દિલ્હીમાં ઉપહાર સિનેમા અગ્નિકાંડ બાદની સૌથી વિનાશક આગ : ચાર માળની ઈમારતમાં ગેરકાયદે ફેક્ટરીઓ ચાલી રહી હતી : આગ લાગી ત્યારે ઈમારતમાં સેંકડો લોકો હતા : દાઝી ગયેલા લોકોમાં હજુ ઘણા ગંભીર

નવી દિલ્હી,તા.૮ : રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં અનાજ મંડી વિસ્તારમાં આવેલી એક ચાર માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા ૪૪ લોકોના મોત થઈ ગયા છે. મોટાભાગના લોકોના મોત ઈમારતમાં ચાલી રહેલા ગેરકાયદે મેન્યુફેચરીંગ યુનિટોમાં જીવલેણ કાર્બન મોનોકસાઈડ ભરાઈ જવાના કારણે ગુંગળામણથી મોત થયા હતા. અનાજ મંડી વિસ્તારમાં જે ચાર માળની ઈમારત આવેલી છે તેમાં અનેક નાના મોટા ગેરકાયદે યુનિટો ચાલી રહ્યા હતા. જેમાં આ તમામ લોકો કામ કરી રહ્યા હતા. આગની ઘટનામાં મોટી સંખ્યામાં લોકો દાઝી પણ ગયા છે જેમને નજીકની હોસ્પિટલમાં તરત જ ખસેડવામાં આવ્યા હતા. આ અગ્નિકાંડની ઘટનાથી દિલ્હીમાં ૧૩મી જુન ૧૯૯૭ના દિવસે બનેલી અગ્નિકાંડની ઘટનાની કમકમાટીભરી યાદો તાજી થઈ હતી.

             છેલ્લા કેટલાક વર્ષોની આ સૌથી ભીષણ અગ્નિકાંડની ઘટના હોવાનો દાવો પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. ૧૩મી જુન ૧૯૯૭ના દિવસે દિલ્હીના ઉપહાર સિનેમામાં આગ ફાટી નીકળી હતી. જેમાં ૫૯ લોકો ભડથુ થયા હતા. આગની ઘટના બન્યા બાદ બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. ઈજા ગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દાઝી ગયેલા લોકો પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આજે વહેલી પરોઢે અગ્નિકાંડની આ ઘટના બની હતી. જ્યાં વિનાશકારી આગને કારણે ૪૪ લોકોના મોત થયા હતા. તે ઈમારતમાં તપાસના ભાગરૂપે તથા મદદરૂપે એનડીઆરએફની ટીમ પહોંચી હતી. ટીમના કહેવા મુજબ આ ઈમરાતમાં ખતરનાક કાર્બન મોનોકસાઈડ ગેસ ભરાઈ ગયો હતો. એનડીઆરએફની ટીમે ગેસ ડિટેક્ટરની મદદથી ખતરનાક ગેસ માટે ઈમારતમાં તપાસ કરી હતી. એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડર આદિત્ય પ્રતાપસિંહે કહ્યું હતું કે,ઈમારતમાં કાર્બન મોનોકસાઈડ ગેસ મળી આવ્યા બાદ વધુ તપાસ ચાલી રહી છે.

               ત્યારબાદ અમારા દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી. તેમના કહેવા મુજબ ત્રીજા અને ચોથા માળ પર ધુમાડા જોવા મળ્યા હતા. આ બંને માળ પર ધુમાડાના લીધે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી અને ધણી તકલીફો નડી હતી. એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડરના કહેવા મુજબ તેમની ટીમને ઈમારતમાં કેટલીક બારિઓ સીલ કરેલી દેખાઈ હતી. એવા રુમ પણ હતા જ્યાં કર્મચારીઓ અને મજુરો નીંદમાં હતા. વેન્ટીલેશન માટે નહીવત જેટલી જગ્યા હતી. મોટાભાગના વર્કરોને ત્રીજા માળે સિફ્ટ કરવામાં આવ્યા હતા. ઈમારતમાં પડેલી ચીજો સળગી જવાના કારણે સીઓની રચના થઈ હતી. ૧૯૯૭ના ઉપહાર સિનેમા અગ્નિકાંડ બાદથી  દિલ્હીની આ સૌથી વિનાશકારી ઘટના છે. મોટી સંખ્યામાં લોકોને જીવતા બચાવવામાં આવ્યા હતા. ભારે અફડાતફડી જોવા મળી હતી. આગના કારણે તપાસ હાથ ધરવામાં આવી ચુકી છે. દાઝી ગયેલા લોકોને આરએમએલ, એલએનજેપી, હિન્દુ રાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સગા સંબંધીઓમાં પણ અધાધુની જોેવા મળી હતી. આગ ફાટી નીકળી ત્યારે અનેક મજુરો ઘહેરી નીંદમાં હતા. ઈમારતમાં પવનના અવર જવર માટેની વ્યવસ્થા ન હતી. બચાવ અને રાહત કામગીરીમાં ૧૫૦  ફાયરબ્રિગેડના કર્મીઓને લગાવવામાં આવ્યા હતા. ઈમારતમાંથી ૬૩ લોકોને જીવીત કાઢવામાં આવ્યા હતા જોકે આમાથી ૪૩ લોકોના મોત થઈ ગયા હતા. એલએનજેપી હોસ્પિટલના ડાયરેક્ટર કિશોર સિંહે જણાવ્યું કે મોટા ભાગના મોત શ્વાસ રૃંધાવવાને કારણે થયા છે. હોસ્પિટલમાં અન્ય દર્દીઓ માટે ઈમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવી છે.

ફાયર વિભાગના પ્રમુખ અતુલ ગર્ગના જણાવ્યા મુજબ, આગ લાગી હોવાની માહિતી સવારે ૫.૨૨ કલાકે મળી હતી. બાદમાં ફાયર વિભાગની ૩૦ ગાડીઓને સ્થળ પર મોકલવામાં આવી હતી. ફેક્ટરી એક મકાનમાં ચાલી રહી હતી, જેમાં ૫૯ લોકો સૂઈ રહ્યાં હતા. જેમાં મોટા ભાગના બિહારના મજૂર હતા. ઉલ્લેખનીય છે કે ૧૩ જૂન ૧૯૯૭ના રોજ દિલ્હીની ઉપહાર સિનેમામાં આગ લાગી હતી. તેમાં ૫૯ લોકોના મૃત્યુ થયા હતા.

ઉપહારથી અનાજ મંડી સુધી

દિલ્હીમાં આગની ઘટનાઓ સતત બનતી રહી છે

 નવી દિલ્હી,તા.૮ : રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં અનાજ મંડી વિસ્તારમાં આવેલી એક ચાર માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા ૪૪ લોકોના મોત થઈ ગયા છે. મોટાભાગના લોકોના મોત ઈમારતમાં ચાલી રહેલા ગેરકાયદે મેન્યુફેચરીંગ યુનિટોમાં જીવલેણ કાર્બન મોનોકસાઈડ ભરાઈ જવાના કારણે ગુંગળામણથી મોત થયા હતા. અનાજ મંડી વિસ્તારમાં જે ચાર માળની ઈમારત આવેલી છે તેમાં અનેક નાના મોટા ગેરકાયદે યુનિટો ચાલી રહ્યા હતા. જેમાં આ તમામ લોકો કામ કરી રહ્યા હતા. આગની ઘટનામાં મોટી સંખ્યામાં લોકો દાઝી પણ ગયા છે જેમને નજીકની હોસ્પિટલમાં તરત જ ખસેડવામાં આવ્યા હતા. ઉપહાર સિનેમાથી લઈને અનાજ મંડી સુધી દિલ્હીમાં ભીષણ આગની ઘટનાઓ બનતી રહી છે. દિલ્હીની ઘટનાઓ નીચે મુજબ છે.

ઉપહાર અગ્નિકાંડ

૧૩મી જુન ૧૯૯૭ના દિવસે દક્ષિણ દિલ્હીના ઉપહાર સિનેમામાં બોર્ડર ફિલ્મ ચાલી રહી હતી ત્યારે વિનાશકારી આગ ફાટી નીકળી હતી. ફિલ્મ જોવા માટે પહોંચેલા લોકો માટે આ દિવસ અંતિમ દિવસ બની ગયો હતો. અકીકતમાં શો દરમિયાન સેનિમા હોલના ટ્રાન્સફોર્મ રૂમમાં આગ ફાટી નીકળી હતી જે અન્ય રૂમમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગના કારણે ૫૯ લોકો ભટથુ થઈ ગયા હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા. ઘટનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સિનેમા હોલમાં સુરક્ષાની પુરતી વ્યવસ્થા ન હતી.

બવાના અગ્નિકાંડ

પાટનગરના બવાના ઇન્ડસ્ટ્રીય વિસ્તારમાં ૨૧મી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે ત્રણ ફેક્ટરીઓમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં ૧૭ લોકોના મોત થઈ ગયા હતા. મૃત્યુ પામનારમા ૧૮ મહિલાઓ હતી. વિસ્તારમાં ગેરકાયદે ફેક્ટરીઓ ચલાવવામાં આવી રહી હતી. આગની ઘટના ફટાકડા ફેક્ટરીના બેઝમેન્ટથી શરૂ થઈને પહેલા માળ સુધી પહોંચી હતી. બવાના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર કનોટ પેલેસથી ૩૫ કિલોમીટરના અંતરે છે.હોટલ અર્પિલમાં આગ

૧૨મી ફ્રેબુઆરી ૨૦૧૯ના દિવસે કરોલબાગના હોટલ અર્પિતમાં આગ ફાટી નીકળી હતી. જેના કારણે ઓછામાં ઓછા ૧૮ લોકો બળીને ભડથુ થઇ ગયા હતા. આ ભીષણ આગમાં અનેક લોકો દાજી ગયા હતા. આગ હોટેલના ઉપરના હિસ્સામાં લાગી ગયા બાદ તે ઝડપથી અન્યત્ર ફેલાઇ ગઇ હતી. હોટેલમાં રોકાયેલા લોકોએ જાન બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. કેટલાક લોકો તો ઉપરથી કુદી ગયા હતા. બચાવ અને રાહત કામગીરી આગની ઘટના અંગે માહિતી મળ્યા બાદ તરત જ હાથ  ધરવામાં આવી હતી. દાજી ગયેલા લોકોને દાખલ કરવામાં આવ્યા હતા.બચાવ અને રાહત કામગીરીમાં ફાયર બ્રિગેડન ટુકડીઓ તરત જ જોડાઇ ગઇ હતી. અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે આગ પર કાબુ મેળવ લેવા આસપાસના તમામ વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટુકડી પહોંચી ગઇ હતી.

 અનાજ મંડી અગ્નિકાંડ

આઠમી ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં અનાજ મંડી વિસ્તારમાં આવેલી એક ચાર માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા ૪૪ લોકોના મોત થઈ ગયા છે. મોટાભાગના લોકોના મોત ઈમારતમાં ચાલી રહેલા ગેરકાયદે મેન્યુફેચરીંગ યુનિટોમાં જીવલેણ કાર્બન મોનોકસાઈડ ભરાઈ જવાના કારણે ગુંગળામણથી મોત થયા હતા. અનાજ મંડી વિસ્તારમાં જે ચાર માળની ઈમારત આવેલી છે તેમાં અનેક નાના મોટા ગેરકાયદે યુનિટો ચાલી રહ્યા હતા. જેમાં આ તમામ લોકો કામ કરી રહ્યા હતા.

(7:47 pm IST)