Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

''તુલસી...તુલસી'': અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર સુશ્રી તુલસી ગબ્બાર્ડને ચૂંટણી કમ્પેન દરમિયાન એટલાન્ટામાં મળેલું જબ્બર સમર્થન

એટલાન્ટાઃ અમેરિકાના ૨૦૨૦ની સાલના પ્રેસિડન્ટ પદના હિન્દુ કોગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડના ચૂંટણી કમ્પેન માટે તાજેતરમાં એટલાન્ટામાં અમેરિકન્સ તથા હિન્દુ અમેરિકન્સ દ્વારા ડીબેટ વોચ પાર્ટીનું આયોજન કરાયું હતું.

૨૦ નવેં.૨૦૧૯ના રોજ કરાયેલા આ આયોજનમાં ઉપસ્થિત સુશ્રી ગબ્બાર્ડએ જણાવ્યું હતું કે હવે અમેરિકાના રાજકારણમાં પરિવર્તન લાવવાનો સમય પાકી ગયો છે. તેથી હું આપના સહુ માટે આપ સહુ વતી ચૂંટણી લડી રહી છું. જેમાં સમર્થન આપવા તેમણે અનુરોધ કર્યો હતો.

તેમના આ અનુરોધને ઉપસ્થિતોએ તુલસી.... તુલસીના પોકાર સાથે વધાવી લીધો હતો.

(8:42 pm IST)