Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

''હિન્દી પ્લે એન્ડ લર્ન'': અમેરિકામાં વસતા ભારતીય પરિવારોના બાળકોને હિન્દી બોલતા શીખવતી એપઃ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રાશી ચિટનીસના જ્ઞાન સાથે ગમ્મતના પ્રયોગને જબ્બર આવકારઃ હવે ફાર્મ તથા જંગલ એનિમલનો પરિચય આપતી એપ જુદી જુદી ભાષામાં તૈયાર કરી

કેલિફોર્નિયાઃ ઇન્ડિયન અમેરિકન મહિલા કેલિફોર્નિયા સ્થિત સુશ્રી રાશી બહરી ચિટનીસએ પોતાના બાળકને હિન્દી ભાષા બોલતા શીખવવા માટે શૂન્ય ડીજીટલ એપની રચના કર્યા બાદ અન્ય લોકોને પણ આ એપનો લાભ મળે તેવું આયોજન કર્યુ હતું. બાદમાં ૨૦૧૫ની સાલમાં તેમણે ''હિન્દી પ્લે એન્ડ લર્ન'' નામની કંપની લોંચ કરી હતી. જેને મળેલા જબ્બર પ્રતિસાદને ધ્યાન લઇ સુશ્રી રાશી તથા તેમના પતિ આસુતોષએ બાળકોને ભાષા ઉપરાંત ૧૪ ફાર્મ એનિમલ અને જંગલ એનિમલ વિષે જાણકારી આપતી એપ લોંચ કરી છે.

એટલું જ નહિં આ એપ ઇંગ્લીશ, સ્પેનિસ, જર્મન, અરેબિક, હિન્દી, મરાઠી, પંજાબી, તેલુગુ તથા ગુજરાતીમાં પણ તૈયાર કરી છે. તેમજ આગળ જતા એશિયાની જુદી જુદી ભાષાઓ બોલતા બાળક શીખી શકે તેવી એપ.નું નિર્માણ કરવામાં વ્યસ્ત હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:41 pm IST)