Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન ખોરવાયું : બે સ્થાનિક મજુર સહીત પાંચનાં મોત : વૃક્ષો ધરાશાયી

કાશ્મીરમાં કેટલાક ઠેકાણે ભારે હિમવષાર્ને કારણે વીજ પુરવઠો ખોરવાયો

શ્રીનગર : કાશ્મીરના ખીણવિસ્તારમાં ભારે હિમવષાર્ને કારણે બે સ્થાનિક મજૂર સહિત પાંચ જણ માર્યા ગયા હતા. મન્ઝૂર અહેમદ અને ઇશાક ખાન કુુપવાડા જિલ્લામાં સરહદની નજીક લશ્કરના મજૂર તરીકે કામ કરી રહ્યા હતા ત્યારે હિમપ્રપાતમાં તેઆે મૃત્યુ પામ્યા હતા.

   ઉર્જા વિકાસ ખાતાનો એક કર્મચારી વીજ પુરવઠો ફરી પ્રસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યાે હતો ત્યારે તેનું મૃત્યુ થયું હતું. કાશ્મીરમાં કેટલાક ઠેકાણે ભારે હિમવષાર્ને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. ઊજાર્ વિકાસ ખાતામાં ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતો મન્ઝૂર અહેમદ થાંભલા પરથી પડી જતાં મૃત્યુ પામ્યો હતો.

  શ્રીનગરના જિલ્લા વહીવટીતંત્રે મન્ઝૂર અહેમદના સગાંને રુપિયા બે લાખની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી હતી. શહેરના હબાક વિસ્તારમાં વૃક્ષની ડાળી પડવાથી એક રાહદારીનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં એક ટેક્સી અને આૅટોરિક્ષાને નુકસાન થયું હતું.
    ગુલમર્ગ અને સોનમર્ગ સહિત ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં તેમ જ શ્રીનગરમાં ભારે હિમવષાર્ને કારણે ઠંડી વધી છે. જમ્મુમાં વરસાદને લીધે ઠંડી વધી છે. મોગલ રોડ અને શ્રીનગર - લેહ રાજ્યમાર્ગ હિમપ્રપાતને કારણે બંધ કરી દેવાયો હતો.

(11:55 am IST)