Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

ચૂંટણી પહેલા હૈદરાબાદમાં 7.51 કરોડની જંગી રોકડ રકમ સાથે ચાર શખ્શો ઝડપાયા

હૈદરાબાદ ટાસ્ક ફોર્સ પોલીસ અને સૈફાબાદ પોલીસનું સંયુક્ત ઓપરેશન

હૈદરાબાદઃ હૈદરાબાદ ટાસ્ક ફોર્સ પોલીસ અને સૈફાબાદ પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં.7.51 કરોડની રોકડ રકમ સાથે ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. તેમની પાસે આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી તેના અંગે પુછપરછ ચાલી રહી છે. આ અગાઉ પણ 29 ઓક્ટોબરના રોજ વાહન ચેકિંગ દરમિયાન પોલીસે 1 કરોડ 20 લાખ 50 હજારની રોકડ રકમ પકડી હતી. 

તેલંગાણામાં 7 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ અને સરકારી તંત્ર એકતમ સચેત થઈ ગયું છે.

  પોલીસે કેસ દાખલ કરીને આરોપીઓની પુછપરછ ચાલુ કરી છે. આરોપીઓ પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી, તેનો માલિક કોણ છે અને તેઓ આટલી રોકડ રકમ લઈને ક્યાં જઈ રહ્યા હતા તેના અંગે પોલીસ પુછપરછ કરી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, તેમના જેવા બીજા એવા કેટલા લોકો છે જે આ પ્રકારની ગતિવિધિમાં સંડોવાયેલા છે. 

(12:00 am IST)