Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

સતત પાંચ દિવસના કાપ બાદ તેલ કિંમતો અકબંધ

પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રાખવામાં આવ્યા : ક્રૂડ કિંમતમાં છેલ્લા બે સપ્તાહમાં ૧૫ ટકાનો ઘટાડો થતાં રાહતનો દોર રહ્યો : તહેવાર પર લોકોને મોટી રાહત થઇ

નવીદિલ્હી, તા. ૭ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત પાંચ દિવસ સુધી ઘટાડો કરવામાં આવ્યા બાદ આજે કિંમતો યથાવત રાખવામાં આવી હતી. બુધવારના દિવસે કોઇ વધારો કે ઘટાડો કરવામાં ન આવતા કિંમતો યથાવત રહી હતી. પેટ્રોલની કિંમત હવે છ સપ્તાહની સૌથી નીચી સપાટીએ પહોંચી ચુકી છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમતમાં છેલ્લા બે સપ્તાહમાં ઉલ્લેખનીય ઘટાડો થતાં ભારતીય લોકોને તહેવારની સિઝનમાં રાહત મળી ગઈ છે.  એમસીએક્સ એક્સચેંજમાં ક્રુડ ઓઇલની કિંમત છેલ્લા એેક મહિનામાં ૧૦૦૦ રૂપિયા પ્રતિ બેરલ સુધી ઘટી ચુકી છે. પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ. છત્તિસગઢ, તેલંગણામા વિધાનસભાની ચૂંંટણી હવે નવેમ્બર અને ડિસેમ્બરમાં યોજાનાર છે ત્યારે પહેલા એમ માનવામાં આવી રહ્યુ હતુ કે ભાવમાં સતત વધારો કરવામાં આવતા શાસક પાર્ટીને ફટકો પડશે. પરંતુ હવે છેલ્લા ૨૦ દિવસથી કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.  છેલ્લા ૨૦ દિવસના ગાળામાં જ પેટ્રોલની કિંમતમાં ચાર રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. ફ્યુઅલની કિંમતોને ખુબ સંવેદનશીલ ગણવામાં આવે છે.  અવિરત ઘટાડો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોને વધુને વધુ રાહત મળી રહી છે. કરેક્શનનો દોર જારી રહેતા છેલ્લા એક મહિનામાં જ રિટેલ ફ્યુઅલની કિંમતમાં પાંચ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમતના આધાર પર કિંમતો નક્કી થાય છે. આ મહિનાની શરૂઆત બાદથી તેલ કિંમતો ચાર મહિનાની ઉંચી સપાટીથી ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે. ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલન કિંમતો ઘટતા ભાવમાં ભારતમાં પણ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓને સૂચના આપેલી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી ગઈ હતી. ચોથી ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૧.૩૪ સુધી પહોંચી હતી ત્યારબાદથી  ઘટાડો થઇ રહ્યો  છે. બંનેની કિંમતમાં ઘટાડો હાલ જારી રહી શકે છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં થોડાક સમય પહેલા સતત વધારો કરવામાં આવ્યા બાદ એક વખતે કિંમતો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી હતી પરંતુ હવે સતત ૧૯ દિવસથી કિંમતોમાં ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. વચ્ચેના કેટલાક દિવસના ભાવ સિવાય મોટાભાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે.

પેટ્રોલ-ડિઝલના ભાવ

અવિરત ઘટાડાથી રાહત વધી છે

નવી દિલ્હી, તા.૭ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલન કિંમતો ઘટતા ભાવમાં ભારતમા ંપણ ઘટાડો થયો છે.

પેટ્રોલના ભાવ

મેટ્રો    ભાવ (લીટરમાં)

દિલ્હી  ૭૮.૫૬

મુંબઈ  ૮૪.૦૬

ચેન્નાઈ  ૮૧.૬૧

કોલકત્તા        ૮૦.૪૭

નોયડા  ૭૬.૬૫

ડિઝલના ભાવ

દિલ્હી  ૭૩.૧૬

મુંબઈ  ૭૬.૬૭

ચેન્નાઈ  ૭૭.૩૪

કોલકત્તા        ૭૫.૦૨

નોઇડા  ૭૧.૩૩

(12:00 am IST)