Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ગુજરાતના ૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુનો અમલ ૧૦ નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યો

આ સમય દરમિયાન રાત્રે ૧૨ વાગ્યાથી સવારે છ સુધી કર્ફ્યુનો અમલ ચાલુ રહેશે

અમદાવાદ :  કોરોના મહામારીને ધ્યાને રાખીને ગુજરાતના આઠ મહાનગરોમાં રોજીંદો રાત્રી કર્ફ્યુનો અમલ ૧૦ નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન રાત્રે ૧૨ વાગ્યાથી સવારે છ સુધી કર્ફ્યુનો અમલ ચાલુ રહેશે

રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ ફરી એક વાર લંબાવવામાં આવ્યો છે. રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર અને જુનાગઢમાં આગામી 10 નવેમ્બર સુધી રાત્રિ કર્ફ્યું લંબાવવામાં આવ્યો છે.

સરકાર દ્વારા કર્ફ્યૂના આદેશને લંબાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય નવેમ્બર મહિનાની 10 મી તારીખ સુધી અમલી રહેશે. નવેમ્બર મહિનાના 10 મી તારીખ સુધી કર્ફ્યુ રાત્રીના 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી રહેશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા રાત્રે 11 વાગ્યે અમલી બનતા કર્ફ્યૂને નવરાત્રીને ધ્યાને રાખીને રાત્રે 12 વાગ્યા કરી દેવાયો હતો. આ નિર્ણય અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, ભાવનગર શહેર, જામનગર શહેર, જૂનાગઢ શહેર અને ગાંધીનગર શહેરમાં લાગુ પડશે.

(7:56 pm IST)