Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

આસામમાં ફોટોગ્રાફરના મોત મામલે વિપક્ષે કર્યા કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

ઈસ્લામિક સહયોગ સંગઠને હિંસાની કડક નીંદા કરી

અસમના દરાંગ જિલ્લામાં ઢોલપુર ખાતે ગોરુખુટી ક્ષેત્રમાં ફોટોગ્રાફરનો ખરાબ હાલતમાં મૃતદેહ મલી આવ્યો છે. જેની વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને વિપક્ષ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે. હવે સમગ્ર મામલે ઈસ્લામિક સહયોગ સંગઠને નોર્થ ઈસ્ટ રાજ્યોમાં મુસ્લિમ સમુદાય પર થઈ રહેલી હિંસા પર ટિપ્પણી કરી છે.

ગત મહિને અસમના દરાંગ જિલ્લામાં પોલીસ અને સ્થાનીકો વચ્ચે હિસાં થઈ હતી. જેમા બે લોકોના મોત થયા હતા. જેના એક ફોટોગ્રાફરના મૃતદેહનો વીડિયોવાયરલ થઈ રહ્યો છે. જેને લઈને કેન્દ્ર સરકાર પર વિપક્ષ પ્રહાર કરી રહ્યું છે. સાથેજ હવેતો મુસ્લિમ સંગઠન આઈઓસી દ્વારા પણ આ હિંસાની નિંદા કરવામાં આવી છે.

સંગઠને તેના ટ્વીટર એકાઉન્ટમાં લખ્યું કે નોર્થ-ઈસ્ટ રાજ્યોમાં મસ્લિમ સમુદાય સામે થઈ રહેલી હિંસાનો તેઓ વિરોધ કરે છે. અસમમાં ઘણા મુસ્લિમ પરિવારોના ઘર ખાલી કરવામાં આવ્યા હતા. જેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જોકે આ પ્રદર્શનમાં ઘણા મુસ્લીમોનાં મોત થયા ગયા જેના કારણે આ મુ્દ્દો હાલ ગરમાયો છે

(12:33 pm IST)