Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

કાશ્મીર : ટૂંકમાં સિક્યુરિટી એડવાઈઝરી ઉઠાવી લેવાશે

૧૦મી ઓક્ટોબરથી સિક્યુરિટી એડવાઈઝરી દૂર : પ્રવાસીઓ પોતાની ઇચ્છાથી ખીણમાં ફરવા જઇ શકશે

શ્રીનગર, તા. ૮ : જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ ઝડપથી સામાન્ય બની રહી છે. રાજ્ય વહીવટીતંત્ર પ્રવાસીઓને વધુને વધુ સુવિધા મળે તે દિશામાં સક્રિય દેખાઈ રહી છે. રાજ્ય વહીવટીતંત્ર પ્રવાસીઓને ખીણમાં ન જવા અને ત્યાં ન રોકાવવા સંબંધિત એડવાઈઝરીને બે મહિનાના ગાળા બાદ હવે પરત લઇ ચુકી છે. ૧૦મી ઓક્ટોબરથી આ સિક્યુરિટી એડવાઈઝરી પરત ખેંચવામાં આવનાર છે. આનો મતલબ એ થયો કે, હવે પ્રવાસીઓ ખીણમાં ફરવા માટે જઇ શકશે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપના કલમ ૩૭૦ની નાબૂદી બાદથી રાજ્યમાં સ્થિતિને સરળ કરવાના તમામ પ્રયાસો થઇ રહ્યા હતા. અવ્યવસ્થાને દૂર કરવાના પ્રયાસ થઇ રહ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા પણ ધીમે ધીમે ઓછી કરવામાં આવી રહી છે. રાજ્યના સ્થાનિક લોકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પ્રયાસ થઇ રહ્યા છે. ખાસ દરજ્જો ખતમ કરવાના ત્રણ દિવસ પહેલા જ બીજી ઓગસ્ટના દિવસે એડવાઈઝરી જારી કરીને પ્રવાસીઓને વહેલી તકે ખીણ છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું. તે વખતે ત્રાસવાદી હુમલાનો ખતરો હોવાની વાત કરવામાં આવી રહી હતી. રાજ્યના રાજ્યપાલ સત્યપાલ મલિકે ખીણમાં ગૃહ વિભાગ તરફથી જારી કરવામાં આવેલા પ્રવાસ અંગેના આદેશમાં કહ્યું છે કે, એડવાઈઝરીને હવે દૂર કરવામાં આવી રહી છે.

આ નિર્ણય હવે ૧૦મી ઓક્ટોબરના દિવસે અમલી કરી દેવામાં આવશે. આ ચેતવણીના લીધે અમરનાથ યાત્રાને પણ કેટલાક દિવસ માટે ટૂંકાવી દેવામાં આવી હતી. શ્રદ્ધાળુઓને પણ જમ્મુ કાશ્મીર છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે વિભાજિત કરીદેવામાં આવ્યા છે. ગઇકાલે જરાજ્યપાલ મલિકે ઉચ્ચસ્તરીયબેઠક કરી હતી. જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં હજુ પણ સુરક્ષા વ્યવસ્થા કઠોર રખાઈ છે.

(7:58 pm IST)