Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ભારતીય વાયુ સેનાનો ૮૭મો સ્થાપના દિવસ : એર શો દ્વારા દુશ્મનોને દેખાડી પોતાની તાકાત

ભારતીય વાયુ સેનાના ૮૭મા  વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ હતી. આ દિવસે ત્રણેય સેનાના પ્રમુખોએ દિલ્હીના વોર મેમોરિયલ ખાતે જવાનોને શ્રદ્ઘાંજલિ આપી હતી. આ દરમિયાન  ગાઝીયાબાદના હિંડન એરબેઝ પર એર-શોનું આયોજન પણ રાખવામાં આવ્યું છે. પાકિસ્તાન જેવા નાપાક દેશને આજે વાયુ સેના પોતાની તાકાનો અહેસાસ કરાવ્યો હતો. ઓપરેશન સફેદ સાગર, પવન જેવા મિશન દરમિયાન વાયુસેનાએ પોતાની તાકાતનો અહેસાસ દુનિયાને કરાવ્યો છે. વાયુસેના દિવસ નિમિત્ત્।ે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને શુભેચ્છા પાઠવી છે.

નભઃ સ્પૃશં દ્પ્તિ એ વાયુ સેનાનું ધ્યેય વાકય છે. તો બીજી તરફ ફ્રાન્સ ખાતે પહોંચેલા રક્ષાપ્રધાન રાજનાથ સિંહ આજે ૪ રાફેલ વિમાનનો કબજો પણ મેળવશે. ફ્રાન્સની દાસા કંપની સાથેના કરાર પૈકી ૪ રાફેલનો કબજો ભારતને સોંપાશે. તો દશેરાના પર્વની ઉજવણી અને રાજનાથ સિંહ દ્વારા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ પણ પેરિસમાં જ કરવામાં આવશે. રાફેલનો કબજો મેળવ્યા બાદ તેનું પૂજન કરાશે. જે બાદ આ ૪ રાફેલ વાયુસેનાના દળમાં જોડાશે. રાફેલની સાથે વાયુસેનાની તાકાતમાં વધારો થશે.

(11:35 am IST)