Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

અનેક રાજયોમાં હજુ વરસાદ જમાવટ કરશે તેવી આગાહી

નવી દિલ્હી : આ વર્ષે ચોમાસાના કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો, જેનો લાભ ખેડુતોને મળ્યો પરંતુ મુશળધાર વરસાદના કારણે દેશના ઘણા ભાગોમાં ભારે પૂરનો સામનો કરવો પડ્યો હતો.

બિહાર ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, આસામ પણ વરસાદને કારણે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં પરિસ્થિતિ વધુ વણસી હતી.

સામાન્ય રીતે ચોમાસા સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ સુધી પાછા જાય છે પરંતુ આ વખતે ચોમાસું ઓકટોબરના આગમન પછી પણ નબળું પડી રહ્યું નથી. આને કારણે આગામી ત્રણથી ચાર દિવસમાં દેશના અનેક રાજયોમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે આ અંગે માહિતી આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વખતે ચોમાસું ૧૦ ઓકટોબર સુધીમાં પાછું ખેંચાવા લાગશે.

હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્ત્।ર ભારતના ઘણા રાજયોમાં ૧૦ મી સુધી વરસાદ પડવાનો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૦ ઓકટોબર સુધીમાં દક્ષિણ અને ઉત્ત્।રપૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

દક્ષિણ પશ્યિમ ચોમાસાની સક્રિય પ્રવૃત્ત્િ।ને કારણે મધ્ય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, આસામ, મેદ્યાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

આ ઉપરાંત છત્ત્।ીસગ,, ઝારખંડ, પશ્યિમ બંગાળ, ઓડિશા અને તેલંગાણાના કેટલાક વિસ્તારોમાં ચક્રવાત પવન સાથે વરસાદની સંભાવના છે.

ભારતમાં દર વર્ષે ચોમાસું ૧ જૂનથી ૩૧ ઓગસ્ટ દરમિયાન સક્રિય રહે છે અને તેની શરૂઆત પશ્ચિમ રાજસ્થાનથી ૧ સપ્ટેમ્બરથી શરૂ થાય છે અને ચોમાસુ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં આખા દેશમાંથી પાછું ખેંચાય જાય છે, પરંતુ વખતે ચોમાસુ પાછું ખેંચાવામાં વિલંબ થયો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે ૧૦ ઓકટોબર પછી પૂર્વી રાજસ્થાનથી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પાછું ખેંચવાનું શરૂ થશે. હવામાન તંત્રના ધોરણો મુજબ દર વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત પશ્યિમ રાજસ્થાનથી થાય છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જો ઉત્ત્।ર પ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ નહીં પડે તો વિભાગ ૧૦ ઓકટોબર પછી ચોમાસું પરત લેવાની સત્ત્।ાવાર જાહેરાત કરી શકે છે. હવામાન વિભાગના આંકડા મુજબ યુપી, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્ત્।રાખંડ, દિલ્હી અને રાજસ્થાન સહિત ૧૨ રાજયોમાં સામાન્ય કરતા વધુ વરસાદ થયો છે. જોકે આ સમયગાળા દરમિયાન હરિયાણામાં સામાન્ય વરસાદ થયો છે. જયારે ઉત્ત્।ર અને મધ્ય પ્રાંતોમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય અથવા સામાન્યથી ઓછો વરસાદના ડાયરા હેઠળ હતા.

(11:33 am IST)