Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને એનસીપીએ સંયુક્ત ઘોષણાપત્ર જાહેર

દરેક જિલ્લામાં સરકારી એન્જિનિયરિંગ અને મેડીકલ કોલેજ શરૂ કરવા સાથે આરોગ્ય, કૃષિ, મૂળભૂત સુવિધાઓના ક્ષેત્રમાં મોટા કામ કરવાના વચન

મુંબઈ : મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને એનસીપીએ સંયુક્ત ઘોષણાપત્ર રજૂ કર્યું છે. વિધાનસભા ચૂંટણીમાં એક તરફ કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાનું જોડાણ છે.

    ગઠબંધન ફોર્મુલા અંતર્ગત કોંગ્રેસ અને એનસીપીના ખાતામાં 125-125 બેઠકો આવી છે. મેનિફેસ્ટોમાં કોંગ્રેસ અને એનસીપીએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં તેમની સરકાર બન્યા બાદ એક પછી એક તમામ વાયદા પર અમલ કરવામાં આવશે. કે જેથી રાજ્યના સુવર્ણ દિવસો પરત આવે.

    કોંગ્રેસ અને એનસીપીએ મેનિફેસ્ટોને શપથનામા નામ આપ્યું છે. મેનિફેસ્ટોમાં કોંગ્રેસ-એનસીપીએ રાજ્યના દરેક જિલ્લામાં સરકારી એન્જિનિયરિંગ અને મેડીકલ કોલેજ શરૂ કરવાનો વાયદો કર્યો છે.

   આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ખાલી પડેલા શિક્ષકોના પદો ભરવામાં આવશે. શપથનામામાં કહેવામાં આવ્યું કે કોંગ્રેસ-એનસીપીની સરકારમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, મૂળભૂત સુવિધાઓના ક્ષેત્રમાં મોટા કામ કરાશે.

(12:00 am IST)