Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ભાજપને હરાવવું અમારી પ્રાથમિકતા: રાષ્ટ્રીય સ્તરે મહાગઠબંધન શક્ય નથી :સીતારામ યેચુરી

નવી દિલ્હી : સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીએ આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી સંદર્ભે મોટું નિવેદન કરતા મહાગઠબંધનને જમીની હકીકતથી અંતર જણાવતા કહ્યું કે, હાલની પરિસ્થિતીમાં રાષ્ટ્રીય સ્તર પર મહાગઠબંધન શક્ય નથી

 યેચુરીએ સીપીએમને ત્રણ દિવસીય કેન્દ્રીય સમિતિની બેઠક બાદ પત્રકાર પરિષદમાં પાર્ટીની ચૂંટણી રણનીતિ અંગે જણાવ્યું, રાજ્યોમાં સ્થાનીક પરિસ્થિતીઓને જોતા રાષ્ટ્રીય સ્તર પર મહાગઠબંધન શક્ય નથી. તેમણે કહ્યું કે, પાર્ટીની કેન્દ્રીય સમિતીએ અલગ-અલગ રાજ્યોમાં ધર્મનિરપેક્ષ દળોની સાથે આંતરિક સમજુતીના આધારે ચૂંટણી સહયોગ બનાવવા માટેનો નિર્ણય લીધો છે.

  પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા વાળા દળોમાં કોંગ્રેસમાં પણ સમાવિષ્ટ કરવાનાં સવાલ અંગે યેચુરીએ કહ્યું કે, સીપીએમ કેન્દ્રીય સમિતીએ આગામી લોકસભા અને પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે ત્રણ મુખ્ય લક્ષ્ય નિશ્ચિત કર્યા છે. પહેલું ભાજપને હરાવવું, બીજું સીપીએમને મજબુત કરવું અને ત્રીજુ ચૂંટણી બાદ વૈકલ્પિક ધર્મનિરપેક્ષ સરકારની રચના કરવી

 

(10:18 pm IST)