Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

સ્થાનિક ચૂંટણીની સાથે સાથે

કુલ ચાર તબક્કામાં ૨૯૯૦ ઉમેદવારો રહેશે

શ્રીનગર,તા. ૮ : જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આજે હિંસાના કેટલાક બનાવ વચ્ચે પૂર્ણ થયું હતું. ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ ૧૧ જિલ્લાના સ્થાનિક એકમોમાં સાંજે ચાર વાગ્યા સુધી ઓછું પરંતુ મક્કમ મતદાન થયું હતું. જમ્મુ ક્ષેત્રના તમામ વોર્ડમાં મતદાન થયું હતું. ૧૧ જિલ્લાના ૪૨૨ વોર્ડમાં પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. કાશ્મીર ખીણમાં પણ મોટાપાયે મતદાન થયું હતું. સ્થાનિક ચૂંટણીની સાથે સાથે નીચે મુજબ છે.

*    પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણરીતે મતદાન પરિપૂર્ણ થયું

*    હિંસાની નજીવી ઘટના વચ્ચે મતદાન ચાર વાગે પૂર્ણ થતાં તંત્રએ રાહત અનુભવી

*    ૧૧ જિલ્લાની સ્થાનિક ચૂંટણી માટે ઇવીએમ મારફતે મતદાન થયું

*    ૧૩ વર્ષના લાંબાગાળા બાદ મતદાન થવાથી જમ્મુ ક્ષેત્રના તમામ વોર્ડમાં ભારે મતદાન થયું

*    રાજૌરીમાં સૌથી વધુ મતદાન જોવા મળ્યું

*    કાશ્મીરના અનેક મતદાન મથકો ખાલી જોવા મળ્યા

*    હડતાળની હાંકલ વચ્ચે શ્રીનગરમાં સૌથી ઓછું મતદાન થયું

*    પ્રથમ તબક્કામાં ૧૨૦૪ ઉમેદવારોના ભાવિ સીલ થયા

*    વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા

*    છેલ્લા ૧૩ વર્ષ બાદ પ્રથમ વખત મતદાન થવાથી જમ્મુમાં લોકો આશાવાદી દેખાયા

*    ૭૮ વોર્ડમાં એક ઉમેદવાર રહેતા બિનહરીફ જાહેર કરાયા

*    ૨૩ વોર્ડમાં કોઇએ ઉમેદવારી ન કરતા ચૂંટણી ન થઈ

*    ચૂંટણીની સુરક્ષા માટે સેના, સીઆરપીએફ, જમ્મુ કાશ્મીરપોલીસના ૧૫૦૦૦ જવાનો રખાયા

*    તમામ મતદાન મથકો ઉપર ડ્રોન કેમેરા અને વિડિયોગ્રાફીથી નજર રાખવામાં આવી

*    બાંદીપોરામાં પોલીસ જવાનો ઉપર હુમલો કરવામાં આવ્યો

*    પથ્થરમારાના કેટલાક બનાવો નોંધાયા

*    કટ્ટરપંથીઓને નજર કેદ હેઠળ રાખવામાં આવ્યા

(7:04 pm IST)