Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

હવે જુદા-જુદા દેશમાં ફરવા માટે ભારતીય ડ્રાઇવિંગ લાયસન્‍સને માન્યતા

દિલ્હીઃ કેલિફોર્નિયા હનીમૂન મનાવવા ગયેલા અરૂણ વર્માએ જ્યારે કાર હાયર કરીને લૉસ એન્જેલસથી સાન ફ્રાન્સિસ્કો કાર ડ્રાઈવ કરી ત્યારે એમનું વર્ષો જૂનુ સપનું સાકાર થઈ ગયુ. માત્ર વર્મા કપલ જ નહિં, વિદેશ ફરવા જતા અનેક ભારતીયોનું સપનું હોય છે કે તે વિદેશના રસ્તા પર કાર ડ્રાઈવ કરીને જાય. પરંતુ તેમના માટે વાત આસાન ત્યારે બની જાય છે જ્યારે અન્ય દેશો તેમને ઈન્ડિયન ડ્રાઈવિંગ લાયન્સન્સ પર કાર ચલાવવાની છૂટ આપે અને તેમને ઈન્ટરનેશનલ લાયસન્સની જરૂર ન પડે.

ઓસ્ટ્રેલિયાઃ

ઓસ્ટ્રેલિયાએ વધુ સંખ્યામાં દેસી ટૂરિસ્ટ્સની આ ઈચ્છાને ધ્યાનમાં રાખીને ગયા મહિને એક મોટું કેમ્પેઈન લોન્ચ કર્યું હતુ. ઓસ્ટ્રેલિયા ટૂરિઝમના કંટ્રી મેનેજર નિશાંત કાશીકરે જણાવ્યું, “ભારત અને ઓસ્ટ્રેલિયામાં ડ્રાઈવિંગના નિયમો લગભગ સરખા છે. બંને દેશ રોડની ડાબી બાજુ કાર ડ્રાઈવ કરે છે અને કારમાં જમણી બાજુ ડ્રાઈવર સીટ હોય છે જેને કારણે ભારતીયો ઓસ્ટ્રેલિયામાં આસાનીથી ડ્રાઈવ કરી શકે છે. ઉત્તરની ટેરેટરીને બાદ કરતા ઓસ્ટ્રેલિયાના રાજ્યોમાં તમે જો લાયસન્સ ઈંગ્લિશમાં બનેલુ હોય તો અન્ય દેશમાં બનેલા લાયસન્સ પર પણ ડ્રાઈવ કરી શકો છો.”

ઈંગ્લિશમાં લાયસન્સ જરૂરીઃ

ઓસ્ટ્રેલિયામાં ડ્રાઈવ કરવા વિદેશીઓને ઈંગ્લિશમાં લખેલુ ડ્રાઈવિંગ લાયસન્સ દર્શાવવું પડે છે અથવા તો ડ્રાઈવિંગ લાયસન્સનું સત્તાવાર અંગ્રેજી ભાષાંતર સાથે રાખવુ પડે છે. કોક્સ એન્ડ કિંગ્સના ટ્રાવેલ મેનેજર દેબોલિને જણાવ્યું કે ભારતીય પ્રવાસીઓ હવે ઘણા સાહસિક બની ગયા છે અને વિદેશમાં ફરતી વખતે સેલ્ફ ડ્રાઈવ કરવાનું પસંદ કરે છે. આથી ટૂર ઓપરેટર્સ સેલ્ફ ડ્રાઈવનો વિકલ્પ આપે છે. આથી ઘણા આંતરરાષ્ટ્રીય ટૂરિઝમ બોર્ડ યાત્રીઓને સેલ્ફ ડ્રાઈવની સવલત આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ દેશોમાં પણ છૂટઃ

સેને જણાવ્યું, “રજાઓમાં સેલ્ફ ડ્રાઈવ માટે યુ.એસ, વેસ્ટર્ન યુરોપ અને ન્યુઝીલેન્ડ ભારતીયોમાં ખૂબ જ ફેવરિટ છે. આ દેશઓમાં ડ્રાઈવિંગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારુ છે અને એટલે જ આ દેશના રસ્તાઓ પર ડ્રાઈવિંગ કરવુ સેફ છે.” કોક્સ એન્ડ કિંગ્સ પાસે ભારતીયો કયા કયા દેશમાં જાતે ડ્રાઈવ કરીને જઈ શકે તેનનુ લાંબુ લિસ્ટ છે. યુ.એસના મોટાભાગના રાજ્યોમાં એક વર્ષ સુધી તમે ઈન્ડિયન લાયસન્સ પર ડ્રાઈવ કરી શકો છો. આ લાયસન્સ વેલિડ હોવું જોઈએ અને ઈંગ્લિશમાં હોવુ જોઈએ. આ ઉપરાંત તમારી યુ.એસમાં એ્ટ્રીની તારીખ દર્શાવતું ફોર્મ I-94 સાથે હોવુ જરૂરી છે. ફ્રેન્ચ ટ્રાન્સલેશન હોય તો ફ્રાન્સમાં પણ ઈન્ડિયન લાયસન્સ ચાલે છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સમાં ઈન્ડિયન પાસપોર્ટ સાથે એક વર્ષ સુધી તમે ડ્રાઈવિંગ કરી શકો છો. તમે કયા પ્રકારનું વેહિકલ વાપરો છો તેના પર કેટલાંક નિયંત્રણો છે. નોર્વેમાં પણ તમે એન્ટ્રી લીધાના ત્રણ મહિના સુધી સેલ્ફ ડ્રાઈવ કરી શકો છો.

લાયસન્સનું ટ્રાન્સલેશન સાથે હોવુ જરૂરીઃ

સ્વિત્ઝરલેન્ડ અને ન્યુઝીલેન્ડમાં ભારતીય લાયસન્સ એક વર્ષ સુધી વેલિડ છે. ન્યુઝિલેન્ડમાં કાર ભાડે લેવા માટે ડ્રાઈવરની ઉંમર કમસેકમ 21 વર્ષ હોવી જરૂરી છે. આ ઉપરાંત ન્યુઝીલેન્ડ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા મંજૂર કરાયેલુ લાયસન્સનું ટ્રાન્સલેશન હોવુ જોઈએ. જર્મનીમાં તમે ઈન્ડિયાના સ્થાનિક લાયસન્સ સાથે છ મહિના સુધી ડ્રાઈવ કરી શકો છો. સાઉથ આફ્રિકામાં જો લાયસન્સ ઈંગ્લિશમાં હોય અને તેના પર ડ્રાઈવરનો ઓટોગ્રાફ અને સાઈન હોય તો તે વેલિડ ગણાય છે. જો કે સાઉથ આફ્રિકામાં કાર ભાડે લેવા માટે તમારી પાસે આંતરરાષ્ટ્રીય લાયસન્સ લેવુ જરૂરી છે.

(6:12 pm IST)