Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

બે યુવતીઓની અજબ પ્રેમ કહાની, લગ્ન માટે કરાવ્‍યું સેક્‍સ ચેન્‍જ, હવે જોઇએ છે છુટાછેડા

કેટલાંક વર્ષો સુધી બંને વચ્‍ચે બધુ જ ઠીક ચાલ્‍ય પણ તે બાદ બંનેનો પ્રેમ નફરતમાં બદલાવવા લાગ્‍યો, અને પછી બંને વચ્‍ચે તકરાર થવાનું શરૂ થઇ ગયુ કારણ કે તે તેનાં પતિથી સંતુષ્ટ ન હતી. હવે મામલો છુટાછેડા સુધી પહોચ્‍યો છે

નવી દિલ્‍હી, તા.૮: પાંચ વર્ષ પહેલાં બે યુવતીઓમાં મિત્રતા થઇ. થોડા સમય બાદ દોસ્‍તી પ્રેમમાં બદલાઇ. બંનેને એકબીજાને જોયા વગર એક દિવસ પણ ન જતો. તે બાદ બંને યુવતીઓએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. પણ બંને યુવતીઓનાં લગ્નને ન તો સમાજ અપનાવતો ન તો તે સમયે કાયદો અપનાવતો. આ વિચારીને એક યુવતીએ તેનું સેક્‍સ ચેન્‍જ કરાવી લીધુ અને તે યુવક બની ગઇ. તે બાદ બંનેએ લગ્ન કરી લીધા પાંચ વર્ષ પહેલાં બે યુવતીઓમાં મિત્રતા થઇ. થોડા સમય બાદ દોસ્‍તી પ્રેમમાં બદલાઇ. બંનેને એકબીજાને જોયા વગર એક દિવસ પણ ન જતો. તે બાદ બંને યુવતીઓએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. પણ બંને યુવતીઓનાં લગ્નને ન તો સમાજ અપનાવતો ન તો તે સમયે કાયદો અપનાવતો. આ વિચારીને એક યુવતીએ તેનું સેક્‍સ ચેન્‍જ કરાવી લીધુ અને તે યુવક બની ગઇ. તે બાદ બંનેએ લગ્ન કરી લીધા

થોડા વર્ષો સુધી બધુ જ બરાબર ચાલ્‍યુ પણ તે બાદ તેમનો પ્રેમ નફરતમાં બદલાઇ ગયો. અન પછી બંને વચ્‍ચે ઝઘડો થવાનો શરૂ થઇ ગયો. કારણ કે મહિલા તેનાં પતિથી સંતુષ્ટ ન હતી. હવે મામલો કોર્ટ સુધી પહોચ્‍યો છે. પત્‍નીએ જિલ્લા મહિલા એવં બાલ સંરક્ષણ કાર્યાલયમાં ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

૬ વર્ષ પહેલાં એક કેમ્‍પમાં થઇ હતી મુલાકાત- આશરે ૬ વર્ષ પહેલાં બંને યુવતીઓની એક કેમ્‍પમાં મુલાકાત થઇ હતી. તે સમયે સેક્‍સ ચેન્‍જ કરાવનારી યુવતી શિક્ષક હતી જયારે તેની પત્‍ની તેની વિદ્યાર્થિની હતી. બંને સારી મિત્ર બની ગઇ હતી. અને ધીરે ધીરે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ હતી. બાદમાં તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

પત્‍નીએ લગાવ્‍યો આરોપ- પત્‍ની દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી કે તેનો પતિ તેનાં પર માનસિક ત્રાસ ગુજારે છે. તેની સાથે નાની નાની વાતમાં ઝદ્યડો કરે છે. તેને ઘર ખર્ચનાં પૈસા પણ આપતો નથી. તે હાલમાં તેનાં પિયર પણ જઇ શકતી નથી. કારણ કે આ લગ્ન તેનાં પરિવારની મરજી વિરુદ્ધ હતાં.

શું છે અધિકારીઓનું કહેવું- મહિલા સંરક્ષણ અને બાળ વિવાહ નિષેધ વિભાગનાં એક અધિકારીનાં જણાવ્‍યાં અનુસાર તેઓ આ કેસની તપાસ કરી રહ્યાં છે અને હાલમાં પત્‍ની દ્વારા લગ્ન તોડવાની ઇચ્‍છા જાહેર કરવામાં આવી છે તેથી તેની તપાસ થઇ રહી છે.

(4:49 pm IST)