Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

રાજકીય ચક્રવ્યુહમાં ફસી રાફેલ ડીલ : મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટ

વિમાનની સાચી કિંમત જાહેર કરવા માંગ : ૧૦મીએ સુનાવણી : UPA અને NDA શાસનકાળમાં યુધ્ધ વિમાનની તુલનાત્મક કિંમત તેમજ અન્ય વિગતો જાહેર કરવા વકીલ વિનીત ઢાંડાએ PIL ફાઇલ કરી છે

નવી દિલ્હી તા. ૮ : સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સ વચ્ચે કરાયેલા રાફેલ સોદા અંગે કરાયેલી એક જાહેર હિતની અરજીની સુનાવણી ૧૦મી ઓકટોબરના થશે. આ પીઆઈએલમાં કેન્દ્ર પાસેથી રાફેલ યુદ્ઘ વિમાન અંગેની સંપૂર્ણ વિગતો જાહેર કરવા માગ કરાઈ છે તેમજ યુપીએ અને એનડીએના શાસનકાળમાં વિમાનની તુલનાત્મક કિંમત એક બંધ કવરમાં સર્વોચ્ચ ન્યાયલને મળે તે બાબતે અરજી કરાઈ છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ એક કે કૌલ તેમજ કે એમ જોસેફની બેન્ચ આ જાહેર હિતની અરજીની સુનાવણી કરશે. આ પીઆઈએલ વકીલ વિનીત ઢાંડાએ ફાઈલ કરી છે.

ઢાંડાએ કરેલી અરજીમાં ફ્રાન્સ અને ભારત વચ્ચે અંતે શું સમજૂતી થઈ છે તેને સાર્વજનિક કરવામાં આવે. આ ઉપરાંત માગ કરાઈ છે કે રાફેલની વાસ્તવિક કિંમત પણ તમામને જણાવવામાં આવે.

(3:31 pm IST)