Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

પશુઓ દ્વારા પાકના નુકસાનનો વિમો કવર થશે

કૃષિ પ્રધાન રાધામોહન સિંહે કહયું પાયલોટ પ્રોજેકટ શરૂ થશે

નવી દિલ્‍હી તા.૮: જંગલી જાનવરો દ્વારા પાકને થતા નુકસાનને વડાપ્રધાન પાક વિમા યોજના હેઠળ કવર કરીને કેટલાક જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેકટ તરીકે શરૂ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે.

કૃષિ પ્રધાન રાધામોહન સિંહે કહયું કે જંગલી જાનવરોના કારણે થતાં પાકના નુકસાનને હાલમાં પાયલોટ પ્રોજેકટ તરીકે એક બે જિલ્લામાં શરૂ કરવામાં આવશે. જંગલી પશુઓના કારણે પાકને થતા નુકસાન અંગે ઘણા સાંસદો લોકસભામાં આ મુદ્દો ઉઠાવી ચુકયા છે. તેમણે પશુઓ દ્વારા પાકને થતા નુકસાનને પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ લાવવાની માંગણી પણ કરી છે. કૃષિ પ્રધાને જણાવ્‍યું કે હાલમાં તેને મોસમ આધારિત વિમા યોજનામાં શામેલ કરાયા છે.

સિંહે જણાવ્‍યું કે સ્‍થાનિક વિપતીમાં ખેતરદીઠ નુકસાનીનો અંદાજ પહેલા નહોતો થતો પણ નવી યોજનામાં કરા પડવા, પાણી ભરાવુ, ભુસ્‍ખલન જેવી કુદરતી આપતિઓમાં ખેતર દીઠ નુકસાનનો અંદાજ બે વર્ષોથી થાય છે. બે વર્ષોની સમીક્ષા પછી હવે વાદળ ફાટવા અથવા આગ લાગવાની ઘટનાઓનો પણ સ્‍થાનિક આપતિઓમાં મુકી દેવાયા છે.

(12:41 pm IST)