Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

લિવ-ઈનમાં રિલેશનશિપનો મતલબ સેક્સ માટે સંમતિ થતી નથી : મધ્યપ્રદેશ હાઈકોર્ટ

દગાથી લીધેલી સેક્સની અનુમતિ સંમતિ કહી શકાય નહીં :બળાત્કાર ગણી શકાય

 

ભોપાલઃ મધ્ય પ્રદેશ હાઈકોર્ટે એક આદેશમાં કહ્યું કે લિવ-ઈન રિલેશનશિપનો મતલબ સેક્સ માટે સંમતિ નથી હોતો. અદાલતે કહ્યું કે કોઈ મહિલા જો લિવ-ઈનમાં રહેતી હોય તો એવું સમજવું જોઈએ કે સેક્સ માટે પણ તે રાજી હોય. જસ્ટિસ સુશીલ કુમારે પોતાના આદેશમાં કહ્યું કે કોઈ વાતને છૂપાવીને કે દગાથી લીધેલી સેક્સની અનુમતિને પૂરી રીતે સંમતિ કહી શકાય અને તેને બળાત્કાર ગણી શકાય.

  જસ્ટિસ સુશીલ કુમારની અદાલતમાં દાખલ અરજીમાં અરજદારે જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટના પોતાના વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવાના આદેશને રદ કરવાની માગ કરી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે આરોપીએ એની સાથે લગ્ન કરવાના વાયદો કરી સંબંધ બનાવ્યા હતા પરંતુ બાદમાં તે પોતાના વાયદાથી ફરી ગયો હતો. આના પર જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપી વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આદેશના વિરુદ્ધમાં આરોપી હાઈકોર્ટ પહોંચ્યો હતો.

  હાઈકોર્ટે મામલાની સુનાવણી કરતા કહ્યું કે લગ્નની વાત કરી સંબંધ બનાવીને વચનથી ફરી જવું પણ બળાત્કાર ગણાય. પછી ભલેને તેઓ લિવ-ઈનમાં રહેતા હોય. પીડિતાએ જણાવ્યું કે સગાઈ બાદથી બંને લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા પરંતુ બાદમાં છોકરાએ અચાનક યુવતીથી દૂરી બનાવી લીધી અને સંબંધ ખતમ કરી નાખ્યો હતો.

(12:24 pm IST)