Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

આજે ૮૬મો વાયુસેના દિવસઃ ૧૯૨૩માં સ્થાપના થયેલઃ ૧૯૫૦ થી ઇન્ડિયન એરફોેર્સથી ઓળખાયું

 નવી દિલ્હીઃ તા.૮, આજે ભારતીય વાયુ સેનાનો ૮૬મો સ્થાપના દિવસ છે. ૧૯૩૨માં બ્રિટીશ રાજ દરમિયાન સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે તેનુ નામ રોયલ ઇન્ડિયન એરફોર્સ હતુ. ત્યારબાદ ૧૯૫૦માં ભારતીય વાયુસેનાનું ઇન્ડિયન એરફોર્સ નામકરણ કરવામાં આવ્યું હતુ.

 આજે ગાઝીયાબાદના હિન્ડોન એરફોર્સ સ્ટેશન ખાતે એરફોર્સ પરેડનું આયોજન કરાયુ હતુ જેમાં એર ચીફ  માર્સલ ધનોઆ, એરફોર્સના આલા અધિકારીઓ હાજર રહયા હતા. ત્યાર બાદ એરફોર્સના જવાનોએ હવામાં જગુઆર, બીસોન, મીગ-૨૯, મીરાજ-૨૦૦૦ અને સુખોઇ-૩૦ જેવા ફાયર પ્લેનોના કરતબ દેખાડયા હતા. હાજર રહેલા લોકોએ એરફોર્સના પ્લેન, શસ્ત્રો, રડાર અને મીસાઇલ સીસ્ટમ જોઇ તે અંગે માહિતી પણ મેળવી હતી.

(4:13 pm IST)