Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ઓડિસામાં જનતા વિરોધી સરકાર છે :ચૂંટણીમાં જનતા જડબાતોડ જવાબ આપશે.:સ્મૃતિ ઈરાની

પેટ્રોલ-ડીઝલમાં રાહત નહીં અને આયુષ્યમાન યોજનાથી પણ લોકોને રાખ્યા વંચિત

નવી દિલ્હી :ઓડિસાની મુલાકાતે ગયેલા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાને રાજ્યની નવીન પટનાયકની સરકાર પર નિશાન સાધ્યું છે. સ્મૃતિ ઈરાનીએ ભુવનેશ્વરમાં કહ્યું હતું કે  કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કર્યો છે. પરંતુ ઓડિસાની નવીન પટનાયકની સરકાર રાજ્યની જનતાને રાહત આપવાનો ઇનકાર કરી રહી છે.

  નવીન પટનાયક રાજ્યની પ્રજાને આયુષમાન ભારત યોજનાથી વંચિત રાખવા માગે છે સ્મૃતિ ઇરાનીએ વધુમાં કહ્યું કે, ઓડિસામાં જનતા વિરોધી સરકાર છે. જેથી ઓડિસાની જનતા નવીન પટનાયકને ચૂંટણીમાં  જડબાતોડ જવાબ આપશે.

(9:39 pm IST)