Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ગાઝિયાબાદમાં મસ્જિદની છત પરથી મળ્યો 7 વર્ષની બાળકીનો મૃતદેહ :ગળું દબાવી હત્યા થયાની આશંકા

નવી દિલ્હી :ગાઝિયાબાદના મુરાદનગર કોટ વિસ્તારમાં 7 વર્ષની બાળકીની હત્યાનો મામલો સામે આવ્યો છે. બાળકીના અપહરણ બાદ હત્યા કરવામાં આવી છે રવિવારે તેનો મૃતદેહ એક મસ્જિદની છત પરથી મળ્યો છે.

   જાણવા મળ્યા મુજબ બાળકી શનિવારથી ગુમ હતી. બાળકી મુસ્લિમ પરિવારની છે અને પ્રાથમિક જાણકારી મુજબ બાળકીની હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે.

(8:33 pm IST)