Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ચીન અફઘાનમાં નવા શાસકો સાથે કેટલાક સમાધાન કરશે

અફઘાનમાં તાલિબાનની સરકાર બાદ યુએસની પ્રતિક્રિયા : પાક, રશિયા અને ઈરાનની જેમ ચીન પણ તાલિબાનની સાથે કોઈક કરાર કરવા જતું હોવાનો બાઈડેનને વિશ્વાસ

વૉશિંગ્ટન, તા.૮ : અફઘાનિસ્તાનમાં તાલિબાને સરકારની રચના કરી લીધી છે. જે બાદ અમેરિકાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ચીન અને તાલિબાનની આર્થિક સમસ્યા પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યુ કે ચીન તાલિબાનની સાથે કંઈક સમાધાન કરી લેશે. તેમણે એ પણ કહ્યુ કે ચીનની તાલિબાન સાથે મૂળ સમસ્યા અને આ પ્રકારે તેમની પાસે વિશ્વાસ કરવાના પર્યાપ્ત કારણ છે કે ચીન અફઘાનિસ્તાનના નવા શાસકોની સાથે કેટલાક સમાધાન કરશે.

ચીન પાકિસ્તાન, રશિયા અને ઈરાનની જેમ એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યુ છે કે એક દિવસ પહેલા તાલિબાન તરફથી જાહેર કરવામાં આવેલી નવી સરકાર પર સૌથી સારી પ્રતિક્રિયા કેવી રીતે આપવામાં આવે. જો બાઈડને એ પણ કહ્યુ કે મને વિશ્વાસ છે કે તાલિબાનની સાથે કંઈક કરાર કરવા જઈ રહ્યુ છે. જેવી રીતે પાકિસ્તાન, રશિયા અને ઈરાન કરતુ આવ્યુ છે. તે સૌ એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તેઓ હવે આગળ શુ કરવાના છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનુ આ નિવેદન તાલિબાન તરફથી જાહેર સરકારના એક દિવસ બાદ આવ્યુ છે. અમેરિકા તાલિબાનના નવા મંત્રીમંડળની રચના વિશે ઘણી ચિંતિત છે. એ વાત પણ સ્પષ્ટ છે કે ચીન નવા તાલિબાન સરકારને પોતાના સહયોગીઓમાંના એક રૂપમાં રજૂ કરવાની તૈયારી કરી રહ્યુ છે.

કાબુલમાં તાલિબાનના કબ્જા પહેલા જ ચીને તાલિબાનને અફઘાનિસ્તાનના શાસક તરીકે માન્યતા આપવાની તૈયારી કરી લીધી હતી. આ સિવાય અશરફ ગની સરકારના પતનના કેટલાક અઠવાડિયા પહેલા ચીની વિદેશ મંત્રી યી એ તાલિબાન સાથે મૈત્રીપૂર્ણ સંબંધ વિકસિત કરવા માટે મુલ્લા અબ્દુલ ગની બરાદર સાથે મુલાકાત કરી હતી.

(9:08 pm IST)