Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ભાજપે ૫ રાજયોમાં ચૂંટણી પ્રભારીઓની કરી જાહેરાતઃ યુપીમાં ધર્મેન્દ્ર પ્રધાનને અપાઇ જવાબદારી

ભાજપે આગામી વર્ષે યોજાનારી પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી

નવી દિલ્હી, તા.૮: ભારતીય જનતા પાર્ટીએ આગામી વર્ષે યોજાનારી પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. પાર્ટીએ આજે બુધવારે પાંચ ચૂંટણી રાજયો માટે પોતાના પ્રભારીઓની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ઉત્ત્।રપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રભારી નિયુકત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, અર્જુન રામ મેદ્યવાલ, સરોજ પાંડેય, શોભા કરંદલાજે, કેપ્ટન અભિમન્યુ, અન્નપૂર્ણા દેવી અને વિવેક ઠાકુરને યુપી ચૂંટણી માટે સહપ્રભારી બનાવવામાં આવ્યા છે.

ઉત્ત્।રાખંડ માટે પાર્ટીએ કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીને જવાબદારી સોંપી છે. તેમની સાથે લોકેટ ચેટર્જી અને સરદાર આરપીસિંહને પણ સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. પંજાબની ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની સાથે-સાથે હરદીપ પુરી, મીનાક્ષી લેખી, વિનોદ ચાવડાને પ્રભારી નિયુકત કરવામાં આવ્યા છે. ગોવા ચૂંટણી માટે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને જવાબદારી અપાઇ છે. જયારે મણિપુરની વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને પ્રભારી બનાવવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, ઉત્ત્।રપ્રદેશ, પંજાબ, ઉત્ત્।રાખંડ, ગોવા, મણિપુરમાં આવતાં વર્ષે ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. માર્ચ-એપ્રિલ વચ્ચે આ રાજયોમાં ચૂંટણી યોજાઇ શકે છે. આવામાં તમામ રાજકીય પાર્ટીઓ અત્યારથી જ કમર કસી રહી છે. આ પાંચ રાજયોમાંથી ચાર રાજયોમાં ભાજપની સરકાર છે, જયારે પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. આ પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીને મિશન ૨૦૨૪ની સેમીફાઇનલ પણ મનાઇ રહી છે.

(3:12 pm IST)