Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું :રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ :  રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ નહોતો પડતો પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ મેઘરાજાની બીજી ઈનીંગ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ભારે વરસાદ પડી શકે છે. જેથી આગામી 48 કલાકમાં જ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(12:55 pm IST)