Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ભાદરવો ભરપૂર થવાની તૈયારીમાં : ભાવનગર - શિહોર - વલ્લભીપુર - ૩, પાલીતાણા - ૨ાા, અમરેલી - ધારી - તાલાલા - ઉમરાળા - ભેંસાણમાં ૨ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતા લોકોના હૈયે ટાઢક : કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ

પ્રથમ, બીજી તસ્વીરમાં ગોંડલમાં વરસેલ વરસાદ, ત્રીજી અને ચોથી તસ્વીરમાં ધોરાજીમાં તથા પાંચમી તસ્વીરમાં તાલાલા ગીરમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી - ગોંડલ, કિશોર રાઠોડ - ધર્મેન્દ્ર બાબરીયા - ધોરાજી, દિપક તન્ના - તાલાલા)

રાજકોટ તા. ૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ સાથે કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસ્યો છે.

કાલે સાંજથી આજે સવાર સુધીમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં વરસ્યો છે. જેમાં ભાવનગર, શિહોર, વલ્લભીપુરમાં ૩ ઇંચ, પાલીતાણામાં અઢી ઇંચ, અમરેલી, ધારી, તાલાલા, ઉમરાળા, ભેંસાણમાં ૨ ઇંચ વરસાદ વરસ્યો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતા લોકોના હૈયે ટાઢક વળી છે. કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસ્યો છે.

ગઇકાલ સવારથી આજે સવાર સુધીમાં જામનગર, દેવભુમી દ્વારકા અને મોરબી જિલ્લામાં વરસાદ પડયો નથી. અન્ય જિલ્લાઓમાં હળવો - ભારે વરસાદ વરસ્યો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગરમાં મોડી રાત્રે ધોધમાર ૩ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે ઘોઘા અને મહુવામાં બે-બે ઇંચ વરસાદ, પાલીતાણામાં અઢી ઇંચ વરસાદ પડયો છે.

ભાવનગર શહેરમાં ગઇ મોડી ર)ત્રીના બે વાગ્યે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. શહેર ઉપરાંત ઘોઘા, મહુવા, પાલીતાણા અને અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજા મન મુકી વરસ્યા હતા. શહેરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. આજે સવારે ઝરમરીયો વરસાદ પડયો હતો. હજુ વરસાદી માહોલ હોય વધુ વરસાદની આશા છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમરેલી જિલ્લામાં સવારથી મેઘમહેર યથાવત છે. અમરેલી અને ધારીમાં ૨ ઇંચ વરસાદ પડયો હતો. ગાજવીજ સાથે અમરેલીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ ઉપરથી પાણી ફરી વળ્યા હતા.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : જુનાગઢ જિલ્લામાં ઝાપટાથી માંડીને ૨ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે માણાવદરમાં પોણો ઇંચ તથા અન્યત્ર હળવા - ભારે ઝાપટા વરસ્યા છે.

તાલાલાગીર

(દિપક તન્ના દ્વારા) તાલાલા (ગીર) : તાલાલા ગીર અને સાસણમાં મેઘમહેર શરૂ થઇ હતી અને મોડી રાત્રીથી સવાર સુધીમાં ૨ ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી હતી.

દિવસભરના બફારા અને હળવા ઝાપટા બાદ મોડી સાંજે ધોધમાર વરસાદ વરસતા એક ઇંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને કારણે કોલેજ ચોક, સિનેમા ચોક સહિત રાજમાર્ગો પર પાણી ભરાયા હતા.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૪ મહત્તમ, ૨૭.૫ લઘુત્તમ, ૯૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૮.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા - કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજી ચોમાસાની સીઝનનો વરસાદથી વાવણી થયા બાદ ૩૦ દિવસથી વધારેના સમયમાં વરસાદ થતા મુરજાતી મોલાતને નવજીવન મળેલ છે અને ધરતીપુત્રો ખુશખુશાલ છે. નાના-મોટા તળાવોમાં નવા નીર આવેલ છે અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની રાહ જોઇ રહ્યા છે. ધરતીપુત્રો જોરદાર વરસાદ આપે તો ડેમો અને નદીઓમાં પાણીસંગ્રહ થાય અને હવે ધરતીપુત્રો વરસાદથી ખુશ મીજાજ છે અને વધુ વરસાદ થાય તો ડેમો તળાવો ભરાય અને રવિ પાકનું વાવેતર કરી શકાય.

ધોરાજી તાલુકાના ખેડૂત અગ્રણી અરવિંદભાઈ ગજેરા જણાવેલ કે છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત ખરાબ થઇ ગઇ હતી તેમજ કપાસ મગફળી એરંડા સોયાબીન વગેરે પાકોમાં મોટી નુકસાની આવે તેવી દહેશત હતી અને કેનાલ દ્વારા પાણી મળતું નહોતું આવા સમયમાં જગતનો તાત ખેડૂત ખૂબ ચિંતામાં મુકાઇ ગયો હતો ત્યારે મેઘરાજાએ ખરેખર જન્માષ્ટમીના પર્વ પર કૃપા કરતાં ખેડૂતોમાં નવુ જીવતદાન મળી ગયું છે હાલ ૮ દિવસથી ધીમીધારે સમગ્ર ધોરાજી પંથકમાં વરસાદ વરસતા ધોરાજી શહેર તેમજ તાલુકાના ખેડૂતોને પણ મોટો ફાયદો થયો છે અને તમામ પાકોમાં એક નવુ જીવતદાન મળી ગયું છે જેથી ખેડૂતો પણ ખુશી અનુભવી રહ્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં આજે સવારના ૮ વાગ્યા સુધીમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

ભાવનગર

 

 

ઉમરાળા

૫૫

મી.મી.

ગારીયાધાર

૨૦

,,

ઘોઘા

૪૭

,,

જેશર

૧૨

,,

તળાજા

૧૭

,,

પાલીતાણા

૬૧

,,

ભાવનગર

૬૮

,,

મહુવા

૪૦

,,

વલ્લભીપુર

૬૪

,,

શિહોર

૬૭

,,

જુનાગઢ

 

 

કેશોદ

મી.મી.

જુનાગઢ

,,

ભેંસાણ

૫૦

,,

મેંદરડા

,,

માંગરોળ

,,

માણાવદર

૧૪

,,

માળીયાહાટીના ૬

,,

 

વંથલી

,,

વિસાવદર

૧૯

,,

અમરેલી

 

 

અમરેલી

૨૬

મી.મી.

ખાંભા

,,

જાફરાબાદ

૩૧

,,

ધારી

૪૮

,,

બગસરા

૨૦

,,

બાબરા

,,

રાજુલા

૨૯

,,

લાઠી

,,

લીલીયા

૩૯

,,

વડિયા

૧૨

,,

સાવરકુંડલા

૧૩

,,

પોરબંદર

 

 

પોરબંદર

૩૭

મી.મી.

રાણાવાવ

૩૮

,,

કુતિયાણા

૧૬

,,

રાજકોટ

 

 

વિંછીયા

મી.મી.

ગોંડલ

૨૩

,,

જેતપુર

૩૫

,,

જસદણ

,,

જામકંડોરણા

,,

બોટાદ

 

 

ગઢડા

૩૪

મી.મી.

બરવાળા

૧૦

,,

બોટાદ

૧૫

,,

રાણપુર

૧૧

,,

ગીર સોમનાથ

 

 

ઉના

૨૫

મી.મી.

કોડીનાર

૧૩

,,

તાલાલા

,,

વેરાવળ

,,

સુત્રાપાડા

,,

ગીરગઢડા

,,

સુરેન્દ્રનગર

 

 

ચુડા

મી.મી.

લખતર

,,

લીંબડી

,,

વઢવાણ

,,

કચ્છ

 

 

અંજાર

મી.મી.

(11:10 am IST)