Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

તાલીબાની સરકારમાં મોટાભાગના ત્રાસવાદીઓઃ કોઈ મોસ્ટ વોન્ટેડ તો કોઈના ઉપર ઈનામ

તાલીબાને વચન ન પાળ્યુઃ કેબીનેટમાં કોઈ મહિલાને સ્થાન નહિઃ સરકારમાં આઈએસઆઈની મોટી ભૂમિકાઃ આતંકવાદીઓને મળી મહત્વની જવાબદારી : ગૃહમંત્રી ઉપર અમેરિકન સરકારે જાહેર કર્યુ છે ૫૦ લાખ ડોલરનું ઈનામઃ શું વિશ્વ આ ત્રાસવાદીઓની સરકારને માન્યતા આપશે ? ઉઠતા સવાલો

કાબુલ, તા. ૮ :. અફઘાનિસ્તાનમાં તાલીબાને દેશની કાર્યવાહક સરકારનું એલાન કર્યુ છે. નવી તાલીબાન કેબીનેટમાં એ તમામ ચહેરાઓને જગ્યા આપવામાં આવી છે. જેમણે ૨૦ વર્ષમાં અફઘાનિસ્તાનમાં અમેરિકી નેતૃત્વવાળ ફોજ સામે જંગમાં મહત્વની ભૂમિકા ભજવી છે. નવી સરકારમાં મુલ્લા હસનને વચગાળાના વડાપ્રધાનની જવાબદારી આપવામાં આવી છે. બે લોકોને વચગાળાના નાયબ વડાપ્રધાનની જવાબદારી આપવામાં આવી છે. તાલીબાની સરકારમાં આતંકવાદીઓની ભરમાળ છે. જેમાં અનેક મોસ્ટ વોન્ટેડ છે અને યુનોની યાદીમાં કોઈ પર ૭૩ કરોડ રૂપિયાનું ઈનામ પણ છે. તાલીબાને વચન પાળ્યુ નથી અને કેબીનેટમાં કોઈ મહિલા નથી. સરકારની રચનામાં આઈએસઆઈની મહત્વની ભૂમિકા છે. અનેક ત્રાસવાદીઓને મોટી જવાબદારી મળી છે.

નવી તાલીબાન સરકારમાં ઓછામાં ઓછા ૫ લોકો એવા છે જેમને યુનોએ ત્રાસવાદી જાહેર કર્યા છે. આ સિવાય તાલીબાને હકકાનીને ગૃહમંત્રી બનાવ્યા છે જે મોસ્ટ વોન્ટેડ છે અને તેના નામ પર અમેરિકાએ ઈનામ જાહેર કર્યુ છે. ખૂંખાર આતંકવાદી સંગઠન હકાની નેટવર્કનો તે વડો છે. એવામાં સવાલ ઉઠે છે કે આતંકવાદીઓથી ભરેલી આ સરકારને દુનિયા કઈ રીતે માન્યતા આપશે.

જે વડાપ્રધાન બન્યા છે તેમણે ૨૦૦૧માં બામીયાન બુદ્ધની પ્રતિમાને નષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. તાલીબાન પ્રવકતાએ મહિલાઓને સરકારમાં સામેલ કરવાનું વચન આપ્યુ હતુ પરંતુ સરકારમાં કોઈ મહિલાને જગ્યા આપવામાં આવી નથી. સરકારમાં સિરાજુદ્દીન હક્કાનીને મહત્વની જવાબદારી મળવી તે એ બાબતનો સંકેત છે કે આઈએસઆઈએ સરકારમાં મોટી ભૂમિકા ભજવી છે. તેના પર અમેરિકાએ ૫૦ લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યુ છે. તે ૨૦૦૮માં કાબુલમાં ભારતીય દુતાવાસ પર હુમલા માટે પણ જવાબદાર છે. પૂર્વ રાષ્ટ્રપતિ હામીદ કરજાઈની હત્યાના પ્રયાસનો પણ તેના પર આરોપ છે.

મુલ્લા મહમદ હસન જેને વડાપ્રધાન બનાવાયા છે તે પણ યુનોની ટેરર લીસ્ટમાં સામેલ છે. ઉપવડાપ્રધાન મુલ્લા બરાદર તાલીબાનનો કો-ફાઉન્ડર છે. ૨૦૧૦માં તેણે આઈએસઆઈએ તેને પકડી લીધો હતો.

આખરે અફઘાનિસ્તાનમાં તાલિબાને પોતાની સરકારની જાહેરાત કરી દીધી છે. તાલિબાનની આ સરકારમાં Tragedy પણ છે, Comedy પણ છે અને Surprise પણ છે. Surprise એ છે કે તાલિબાનની આ સરકારમાં પ્રધાનમંત્રી મુલ્લા બરાદર નહીં પરંતુ મુલ્લા હસન અખુંદ હશે.

અત્યાર સુધીમાં દુનિયાભરના મીડિયામાં મુલ્લા બરાદરનું નામ પ્રધાનમંત્રી તરીકે ચાલતું હતું. પરંતુ એવું બન્યું નહીં. Tragedy એ છે કે અફઘાનિસ્તાનના નવા પ્રધાનમંત્રી મુલ્લા હસન અખુંદ પોતે એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી છે એટલે કે તાલિબાને આખી દુનિયાને બતાવી દીધુ કે હવે તે ખુલ્લેઆમ બંદૂકની અણીએ આતંકીવાદીઓની સરકાર બનાવશે. અફઘાનિસ્તાનમાં આતંકીઓની જ સરકાર ચાલશે. જે દુનિયા માટે ખુબ જ ખતરનાક વાત છે.

Comedy એ છે કે હવે થોડા સમયમાં તમે અફઘાનિસ્તાનના આ આતંકવાદીઓને વ્હાઈટ હાઉસમાં બેસીને જો બાઈડેન સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરતા જોશો અને સમગ્ર દુનિયામાં અમન શાંતિ અને વિકાસની વાતો કરતા હશે. એટલે કે અફઘાનિસ્તાનમાં એક એવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી પ્રધાનમંત્રી હશે જે બુરખા ન પહેરવા બદલ મહિલાઓને કોરડા ફટકારવાની સજા આપે છે. સિરાજુદ્દીન હક્કાની જેવા આતંકવાદી કે જે સ્યૂસાઈડ બોમ્બર્સ તૈયાર કરે છે તે ગૃહમંત્રી બનશે. દુનિયા સાથે આનાથી ભદ્દી મજાક કઈ હોઈ શકે.

તાલિબાનની આ સરકાર બનાવનારા આતંકવાદીઓના Resume જોઈને તેમના વિશે જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. પ્રધાનમંત્રી બનનારા આતંકવાદીનું આખુ નામ મુલ્લા મોહમ્મદ હસન અખુંદ છે.

તેનો પરિચય એ છે કે તે તાલિબાનના સંસ્થાપકોમાંથી એક છે. તેને ઈસ્લામ ધર્મનો વિદ્વાન ગણવામાં આવે છે અને શરિયા કાયદાના કટ્ટર સમર્થક છે. તે બોમ્બ ધડાકાથી જેહાદ ફેલાવવાની ટ્રેનિંગ પણ આપી ચૂકયો છે. અનુભવની વાત કરીએ તો તે તાલિબાનની પહેલી સરકારમાં કામ કરી ચૂકયો છે. તેની પાસે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હોવાનો અનુભવ છે. તે સંયુકત રાષ્ટ્ર દ્વારા જાહેર આતંકીઓની સૂચિમાં પણ સામેલ છે. NATO દેશોની સેનાઓ પર જેહાદી હુમલાનું નેતૃત્વ કરી ચૂકયો છે અને હજારો આતંકીઓને Suicide Bombers બનાવવાનો અનુભવ પણ તેની પાસે છે.

આ ઉપરાંત તાલિબાનમાં તમામ મોટા નિર્ણયો લેનારી Leadership Council 'રહબરી શૂરા'નો તે પ્રમુખ છે. તેની Hobby બોમ્બ વિસ્ફોટની યોજના ઘડવી, સુન્ની ઈસ્લામની કટ્ટર માન્યતાઓનો પ્રચાર કરવો અને આતંકવાદના નામ પર દુનિયાભરમાં જેહાદ કરવાનો છે.

તેનો Objective એટલે કે ઉદ્દેશ્ય અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો લાગુ કરવો, અફઘાનિસ્તાન બાદ કાશ્મીર, ઈરાક, સીરિયા અને યમન જેવા દેશોમાં જેહાદની નવી લડાઈ શરૂ કરવાનો છે. આ એ વાતો છે જેના આધાર પર મુલ્લા હસનને તાલિબાન સરકારમાં પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યો. દુનિયાની સાથે આનાથી ભદ્દી મજાક કઈ હોઈ શકે. મુલ્લા હસનની સરકારમાં મુલ્લા બરાદરને નાયબ પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યો છે. મુલ્લા બરાદરનું આખુ નામ મુલ્લા અબ્દુલ ગની બરાદર છે.

તે પણ તાલિબાનના સંસ્થાપકોમાંથી એક છે અને તાલિબાનની આતંકવાદી ગતિવિધિઓને રાજનીતિક રીતે યોગ્ય ઠેરવે છે. તે પાકિસ્તાનની જેલમાં આઠ વર્ષ કેદ રહી ચૂકયો છે. તાલિબાનની પહેલી સરકારમાં તે નાયબ વિદેશમંત્રી રહી ચૂકયો છે. આત્મઘાતી હુમલા કરવામાં એકસપર્ટ છે. અત્યાર સુધીમાં અનેક આતંકીઓને uicide Jackets પહેરાવીને મોટા હુમલા કરાવી ચૂકયો છે.

તેની Hobby  એક નેતા જેવા દેખાવવાની છે. તે દુનિયાના સૌથી ખતરનાક આતંકીઓમાંથી એક છે. તેનો હેતુ પણ દુનિયામાં ઈસ્લામનું રાજ સ્થાપિત કરવાનું છે. પહેલા એવી ખબર હતી કે મુલ્લા હસનની જગ્યાએ તેને પ્રધાનમંત્રી બનાવવામાં આવશે. પરંતુ બે કારણોસર એમ બની શકયું નહીં. પહેલું કારણ એ હતું કે તાલિબાનમાં તેને લઈને એવી ધારણા બની કે તે અમેરિકાની નીકટ છે  અને બીજું કારણ પાકિસ્તાન છે.

એક રિપોર્ટ મુજબ પાકિસ્તાન ઈચ્છતું હતું કે તાલિબાન સરકારનું નેતૃત્વ એવા નેતા પાસે હોય કે જેને કોઈએ જોયો ન હોય અને જે આંતરરાષ્ટ્રીય દબાણમાં પણ ન આવે. મુલ્લા બરાદર આ બંને શરતો પર ખરો ઉતરતો નહતો અને કદાચ આ જ કારણે તેને પ્રમુખ બનાવવામાં આવ્યો નથી.

મુલ્લા બરાદર ઉપરાંત મુલ્લા અબ્દુલ સલામ હનાફી પણ અફઘાનિસ્તાનમાં ડેપ્યુટી પીએમ બનશે. એટલે કે આ સરકારમાં બે ડેપ્યુટી પીએમ રહેશે. મુલ્લા અબ્દુલ સલામ હનાફી ગત વર્ષ અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલા દોહા શાંતિ સમજૂતિમાં સામેલ હતો. તેણે સોમવાર સવારે જ અફઘાનિસ્તાનમાં ચીનના રાજદૂત સાથે મુલાકાત કરી છે. તેને તમે તાલિબાનની આ સરકારમાં ચીનનો પ્રભાવ પણ ગણી શકો છો.

હક્કાની નેટવર્કના પ્રમુખ સિરાજુદ્દીન હક્કાનીને તાલિબાન સરકારમાં ગૃહમંત્રી બનાવવામાં આવ્યો છે. ગૃહમંત્રીનું કામ દેશમાં આતંરિક શાંતિ સ્થાપવાનું છે. જયારે સિરાજુદ્દીન હક્કાની છેલ્લા લગભગ ૨૫ વર્ષથી અફઘાનિસ્તાનમાં આંતરિક અશાંતિનું સૌથી મોટું કારણ રહ્યો છે. આથી હક્કાનીને ગૃહમંત્રી બનાવવો એ કોઈ Comedy થી કમ નથી.

સિરાજુદ્દીન હક્કાની અમેરિકા તરફથી જાહેર કરાયેલો આંતરરાષ્ટ્રીય આતંકવાદી પણ છે. તેના પર અમેરિકાએ ૫ Million Dollars એટલે કે લગભગ ૩૮ કરોડ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. તમે આવો ખૂંખાર ગૃહમંત્રી દુનિયામાં કયાંય જોયો નહીં હોય. હક્કાની the new York Timફૂ માં લેખ પણ લખી ચૂકયો છે.

મુલ્લા યાકૂબ અફઘાનિસ્તાનનો નવો રક્ષામંત્રી હશે. મુલ્લા યાકૂબ, મુલ્લા ઉમરનો પુત્ર છે. જે તાલિબાનની પહેલી સરકારનો પ્રમુખ હતો અને મુખ્ય સંસ્થાપક પણ હતો. આ પણ અફઘાનિસ્તાનનો એક મોટો આતંકવાદી છે.

આમિર ખાન મુત્ત્।ાકી વિદેશ મંત્રી હશે. મુત્ત્।ાકીને તાલિબાનના સૌથી ખતરનાક આતંકીઓમાંથી એક ગણવામાં આવે છે. હવે વિચારો કે અફઘાનિસ્તાનના વિદેશ મામલાઓને એક આતંકીવાદી જોશે. દુનિયા ટેબલ પર બેસીને આ આતંકવાદી સાથે સમજૂતિઓ પર હસ્તાક્ષર કરશે.

ખૈરુલ્લાહ ખૈરખ્વાહ સૂચના પ્રસારણ મંત્રી હશે. આ આતંકવાદી અમેરિકાની જેલમાં ૧૨ વર્ષ રહી ચૂકયો છે. હવે તે વ્હાઈટ હાઉસમાં બેસીને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરશે.

(10:33 am IST)