Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

તમિલનાડુમાં સ્કૂલ ખુલ્યા પછી 20 થી વધુ વિદ્યાર્થીઓ અને 10 શિક્ષકો કોરોના સંક્રમિત

એક વિદ્યાર્થી અને તેના પિતા બેંગ્લોરથી પરત ફર્યા બંને કોરોના પોઝિટિવ:શાળાના અન્ય 120 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરાયો

નવી દિલ્હી :દેશના વિવિધ રાજ્યોમાં શાળાઓ ખોલવામાં આવી રહી છે. સાથે તેની આડઅસર પણ દેખાવા લાગી છે. તમિલનાડુમાં શાળાઓ ખોલ્યા પછી, 20 થી વધુ વિદ્યાર્થીઓ અને 10 શિક્ષકો કોવિડ 19 થી પ્રભાવિત થયા છે. આ તમામ 1 સપ્ટેમ્બરથી શાળા ખોલ્યા બાદ આવી રહ્યા હતા.જે ચિંતાજનક બાબાત છે ,હાલ કોવિડની સ્થિતિ હજી પણ સામાન્ય બની નથી. હજીપણ કેસ આવી રહ્યા છે

ચેન્નાઇની ખાનગી શાળામાં એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. એક વિદ્યાર્થી અને તેના પિતા તાજેતરમાં બેંગ્લોરથી પરત ફર્યા હતા. બંને કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ પછી, શાળાના અન્ય 120 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી એમએ સુબ્રમણ્યમે કહ્યું કે જો કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત હોવાનું જણાય તો સંસ્થાને તાત્કાલિક સીલ કરી દેવામાં આવશે. ચેપગ્રસ્તને તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવશે. આ સાથે રાજ્યની અન્ય શાળાઓમાં રેન્ડમ ટેસ્ટ લેવામાં આવશે.

(12:00 am IST)