Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ભારત અને ચીનને અપાતી આર્થિક મદદ બંધ કરવી જોઈએ

બંને દેશોના અર્થતંત્ર ઝડપથી આગળ વધે છે:ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતું કે, ચીન અને ભારત જેવા દેશોને આર્થિક મદદ કરવી બંધ કરવી જોઈએ ,ભારત અને ચીન બન્ને દેશની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. જેથી આવા દેશોને આપવામાં આવતી તમામ મદદને બંધ કરી દેવી જોઈએ.

  ટ્રમ્પે વધુમા કહ્યુ કે, કેટલાક દેશોની અર્થવ્યવસ્થા સુધરી રહી છે. જેમા ચીન અને ભારતનો સમાવેશ થાય છે.  જેથી આવા દેશોને આર્થિક સહાય આપવાનું બંધ કરવુ જોઈએ.

  અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ અંગે ટ્રમ્પે કહ્યુ કે,  હું ચીની રાષ્ટ્રપતિનો સૌથી મોટો ચાહક છું. પરંતુ મે તેમને જણાવ્યુ કે, આપણે નિષ્પક્ષ રહેવુ જોઈએ

(8:25 pm IST)