Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

કેન્સર સામે ઝઝુમી રહેલ સોનાલી બેન્‍દ્રેને મુંબઇ-ઘાટકોપરના ભાજપ સાંસદે શ્રદ્ધાંજલી અર્પી દીધી…

મુંબઈઃ ઘાટકોપર પશ્ચિમ વિધાનસભા સીટથી ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એમએલએ રામ કદમ વારંવાર પોતાની પાર્ટી માટે મુસીબત ઉભી કરી રહ્યાં છે. દહી હાંડી ઉત્સવ દરમિયાન શહેરના યુવકોને યુવતી ભગાડવા માટે મદદ કરવાની ઓફર પર હજુ બબાલ શમી નથી કે તેણે કેન્સર સામે ઝઝૂમી રહેલી સોનાલી બેન્દ્રેને શ્રદ્ધાંજલિ આપી હતી. જોકે, પછી ભૂલનો અહેસાસ થતાં તેણે ટ્વિટ ડિલીટ કર્યું હતું અને સોનાલી બેન્દ્રેના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી.

એમએલએ રામ કદમે મરાઠીમાં ટ્વિટ કર્યું,’હિંદી અને મરાઠી સિનેમા પર રાજ કરનાર અને દરેકની ફેવરિટ સોનાલી બેન્દ્રે હવે નથી રહી.’ જોકે, જ્યારે યુઝર્સ અને એક્ટ્રેસના ફેન્સે તેની પર હુમલો કરવાનું ચાલુ કર્યું ત્યારે તેણે ટ્વિટ ડિલીટ કર્યું હતું અને પોતાના ટ્વીટમાં લખ્યું કે,’સોનાલી બેન્દ્રે જી વિશે બે દિવસથી અફવા ઉડતી હતી. હું ભગવાન પાસે તેના સારા સ્વાસ્થ્યની કામના કરું છું.’

નોંધનીય છે કે રામ કદમ તે બીજેપી એમએલએ છે જેમણે બે દિવસ પહેલા દહી હાંડી ઉત્સવ દરમિયાન મંચ પરથી યુવાનોને ઓફર રી હતી કે,’કોઈપણ કામ માટે મને મળી શકો છો. સાહેબ, મેં તેને પ્રપોઝ કર્યું છે પરંતુ તે ના પાડી રહી છે. પ્લીઝ મદદ કરો. હું 100 ટકા મદદ કરીશ. પોતાના માતા-પિતાને લઈને મારી પાસે આવો. જો તેમણે કહ્યું કે છોકરી પસંદ છે તો છોકરીને ભગાડીને તમને આપીશ. હું છોકરી ભગાડવામાં તમારી મદદ કરીશ. મારો ફોન નંબર લઈ લો અને સંપર્ક કરો.’

નિવેદન પર સ્પષ્ટતાં આપતાં બીજેપી એમએલએ રામ કદમે કહ્યું હતું કે,’મેં કહ્યું કે દરેક યુવાન પછી યુવક હોય કે યુવતી. તેમને પોતાના માતા-પિતાને ભરોસામાં લઈને લગ્ન કરવા જોઈએ. આટલું કહ્યાં પછી હું થોડી વાર રોકાયો હતો. દરમિયાન શ્રોતાઓમાંથી કોઈ કશું બોલ્યું. મેં મંચ પરથી કહ્યું અને વધારે બોલી ગયો.’ વિપક્ષના નેતાઓ 40 સેકંડનો વીડિયો વાઈરલ કરી રહ્યાં છે. જેનાથી તેની ખોટી ઈમેજ બની રહી છે.

(5:26 pm IST)