Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

આન્ધ્ર પ્રદેશના આ ભાઇએ કપાળથી ફોડયાં ર૧૭ અખરોટ

ગયા અઠવાડિયે આન્ધ્ર પ્રદેશના એસ. નવીનકુમાર નામના ભાઇએ માત્ર કપાળથી સૌથી વધુ અખરોટ ફોડવાનો રેકોર્ડ બનાવ્યો છે. હજી થોોડાક મહિના પહેલાં જ પાકિસ્તાનના એક ભાઇએ ૧૮૧ અખરોટ ફોડવાનો વિક્રમ રચ્યો હતો. નવીન કુમારે આ રેકોર્ડને ૩૬ વધુ અખરોટ ફોડીને પોતાના નામે કર્યો હતો. આ વિક્રમમાં નિયમ હતો કે વ્યકિતએ એક સમયે માત્ર એક જ અખરોટને ફોડવાનું છે અને એ માટે અખરોટને માત્ર કપાળ જ ટચ થવું જોઇએ. (૭.૪૪)

(3:49 pm IST)