Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

વડાપ્રધાન મોદીએ વોટ માગતી વખતે પાકિસ્તાન કબ્જામાં રહેલ કાશ્મીરને ભારતનો ભાગ બનાવવાની વાત કરી હતી

મોદીજી હવે તો જવાબ આપોઃ શિવસેના

નવીદિલ્હી તા.૮: શિવસેનાએ પાકિસ્તાની સેન્યના વડા કમર જાવેદ બાજવાના હાલના નિવેદન ને લઇને મોદી સરકાર પર નિશાન તાકયું છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકારને જુની વાત યાદ કરાવતા કહયું કે, ''પાકિસ્તાની સેન્યના વડાએ જે રીતે ધમકી આપી છે તેના માટે વડાપ્રધાન અને રક્ષામંત્રીને પ્રશ્ન પુછાવો જોઇએ. ચૂંટણી પહેલા ભાજપા અને મોદીએ કહયું હતું કે અમે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરને ભારતો ભાગ બનાવી દેશું અમે આ વિષયમાં મોદીનો જવાબ જાણવા માગીએ છીએ.''

તેમણે કહયું કે, '' હવે મોદી સરકારના પાંચ વર્ષ પુરા થવા આવ્યા છે. તમે મત લેતા પહેલા લોકોને વચન આપ્યું હતુ અને અમે તમારા માટે તાળીઓ પણ પાડી હતી. હવે તમારી તાકાત કયાં જતી રહી? પાકિસ્તાન સાથે આપણે બોલીનો નહી ગોળીનો વહેવાર જ કરવો જોઇએ.''

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના રક્ષા દિવસની ઉજવણીના અવસર પર ગુરૂવારે ત્યાંના સૈન્ય વડા બાજવાએ કાશ્મીર અંગે ઉશ્કેરણીજનક બયાન આપતા કહયું કે, ''હુ઼ ભારતના કબ્જાવાળા કાશ્મીરના લોકોને સલામ કરું છું, જે પુરી બહાદુરીથી લડી રહયા છે. ભારત પર નિશાન તાકતા બાજવાએ કહયું કે જે કોઇ દેશ અમારા દેશ તરફ આંખ ઉઠાવશે, તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. અમે બોર્ડર પર વહી રહેલા ખુનનો બદલો લેશું.(૧.૨૭)

 

(3:49 pm IST)