Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

દિલ્હીમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની દેશભરના પદાધિકારીઓ,પ્રદેશ પ્રમુખો અને સંગઠનના મહામંત્રીઓ સાથે ચર્ચા વિચારણા

નવી દિલ્હી :દિલ્હીમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઇ છે. જેમાં સવારે 10 વાગે ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહ રાષ્ટ્રીય પ્રદેશ પદાધિકારીઓ અને રાજ્યોના પ્રમુખ તથા સંગઠન મહામંત્રી સાથે ચર્ચા વિચારણા કરી હતી

 આ દરમિયાન ગત બેઠકોમાં લેવાયેલા નિર્ણય અંગે વાતચીત થશે. અને આગળનો એજન્ડા નક્કી કરવામાં આવશે. ભાજપના નેતા શાહનવાઝ હુસૈનએ આ અંગે જાણકારી આપી. તેમણે કહ્યું કે આજે બપોરે ત્રણ વાગ્યાથી રાષ્ટ્રીય કાર્યકારિણીની મુખ્ય બેઠક શરૂ થશે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી સહિત પાર્ટીના તમામ મોટા નેતા હાજર રહેશે

   આ દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ હાજર પદાધિકારીઓને સંબોધશે. આ સંબોધનમાં આગામી ત્રણ રાજ્યોની ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણીની દશા-દિશા નક્કી થશે. બેઠકમાં રાજકીય અને આર્થિક પ્રસ્તાવ પાસ કરવામાં આવશે. રવિવારે વડાપ્રધાન મોદી સમાપન ભાષણ આપશે.

(11:58 am IST)