Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ગ્લોબલ વોર્મિંગ : કેનેડાના મોટા હિમખંડનો મોટો ભાગ તૂટી ગયો

૪૦૦૦ વર્ષ જૂની હિમશીલા હજુ સુધી અખંડિત હતી : હવામાન અને વૈશ્વિક તાપમાન વધવાને લીધે તૂટીને વિશાળ હિમશિલાના ટાપુઓમાં વિખેરાઈ જતા મુશ્કેલ સ્થિતિ થઇ

ટોરન્ટો, તા. : કેનેડામાં છેલ્લી બચી ગયેલી હિમશિલાનો મોટાભાગનો હિસ્સો પણ તૂટી ગયો છે. ગરમ હવામાન અને વૈશ્વિક તાપમાન વધવાને કારણે તૂટીને વિશાળ હિમશિલાના ટાપુઓમાં વિખેરાઈ ગયો છે. હિમશિલાએ બરફનું તરતું માળખું હોય છે જે કોઈ ગ્લેશિયર કે હિમચાદર જમીન પરથી સમુદ્રની સપાટીમાં વહી જાય એટલે બને છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે એલેસમેરે દ્વીપની ઉત્તર પશ્ચિમે આવેલી કેનેડાની ,૦૦૦ વર્ષ જુની હિમશિલા જુલાઈ મહિનાના અંત સુધી દેશની અંતિમ અખંડિત હિમશિલા હતી. કેનેડિયન હિમ સેવાની બરફ નિષ્ણાંત એડ્રીન વ્હાઈટે ઉપગ્રહથી લેવામાં આવેલી તસવીરમાં તેનો ૪૩ ટકા હિસ્સો તૂટી ગયો હોવા અંગે ધ્યાન દોર્યું હતું. તેમના કહેવા પ્રમાણે ૩૦ જુલાઈ કે ૩૧ જુલાઈની આસપાસ ઘટના બનેલી છે

          વ્હાઈટના કહેવા પ્રમાણે તે તૂટી તેના સાથે બે વિશાળ હિમશિલા તથા અનેક નાની નાની હિમશિલા રચાઈ છે અને તે પાણીમાં તરવા લાગી છે. સૌથી મોટી હિમશિલા એક રીતે મેનહટ્ટન જેવા આકારની ૫૫ વર્ગ કિલોમીટરની ૧૧. કિલોમીટર લાંબી છે. તે આશરે ૨૩૦થી ૨૬૦ ફૂટ લાંબી છે અને વ્હાઈટના મતે તે બરફનો વિશાળ, અતિ વિશાળ ટુકડો છેવ્હાઈટે જણાવ્યું કે જો કોઈ હિમશિલા ર્ંૈઙ્મ ઇૈખ્ત એટલે કે તેલ કાઢવાના વિશેષ ઉપકરણ તરફ આગળ વધશે તો તેને ખસેડી નહીં શકાય માટે તેલ રિગને બીજે ખસેડવાની ફરજ પડશે. ૧૮૭ વર્ગ કિમીમાં ફેલાયેલી હિમશિલા કોલંબિયા જિલ્લાના આકાર કરતા પણ મોટી હતી પરંતુ હવે તે માત્ર ૪૧ ટકા જેટલી એટલે આશરે ૧૦૬ વર્ગ કિમી જેટલી બચી છે. ઓટાવા યુનિવર્સિટીના ગ્લેશિયર વિજ્ઞાનના પ્રાધ્યાપક લ્યૂક કોપલૈંડે જણાવ્યું કે, મેથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં ક્ષેત્રનું તાપમાન ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી ગયું છે જે ૧૯૮૦થી ૨૦૧૦ની સરેરાશ કરતા વધુ ગરમ છે.

(9:41 pm IST)