Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

૧૫ ઓગસ્ટે પીએમ મોદી 'એક દેશ, એક રેશનકાર્ડ'ની જાહેરાત કરે તેવી શકયતા

નવી દિલ્હી,તા. ૮: સ્વતંત્રતા દિવસ નિમિતે ૧૫ ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ભાષણમાં એક  દેશ એક રેશનકાર્ડ યોજનાનો ઉલ્લેખ થઇ શકે છે.  સુત્રોના જણાવ્યા અનુસાર એક દેશ, એક રાશનકાર્ડ યોજનાની વિગતો પીએમેઓનુ મોકલવામાં આવી છે. અત્યાર સુધીમાં ૨૪ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ આ યોજનામાં સામેલ થઇ ગયાં છે.

હવે આગામી મહિનાઓમાં કેટલાંક અન્ય રાજ્ય પણ તેમાં સામેલ થવા જઇ રહ્યાં છે. જેમાં લક્ષદ્વીપ અને લદ્દાખ, તામિલનાડુ, છતીસગઢ, દિલ્હી, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને અરૂણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. મોદી સરકાર માર્ચ ૨૦૨૧ સુધીમાં આ યોજનાને સંપૂર્ણપણે દેશમાં લાગુ કરવાના લક્ષ્ય સાથે ચાલી રહી છે. એક દેશ, એક રેશનકાર્ડ યોજના અંતર્ગત આધારકાર્ડને લિંક કરી એક જ રેશનકાર્ડ દ્વારા દેશના કોઇ પણ ભાગમાં રહી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અનાજ અને ચણા લઇ શકાય છે.

(4:01 pm IST)