Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

રાજસ્થાન સીમાએથી ઘુષણખોરી કરનાર એક પાકિસ્તાની ઘુષણખોર ઠાર

બાડમેર, તા. ૮ : રાજસ્થાનના બાડમેર જીલ્લાના બાખાફાર પાસે મોડી રાતે ઘુષણખોરીની કોશિશને બીએસએફએ નિષ્ફળ બનાવી એક પાકિસ્તાની ઘુષણખોરને ઠાર કરેલ.

ગત મોડી રાતે એક વાગે પાકિસ્તાન તરફથી ભારતમાં ઘુસી રહેલ એક યુવકને બીએસએફ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી, પણ યુવકે ચેતવણી ધ્યાને ન લઇ સીમા વચ્ચેના તાર ક્રોસ કરવાની કોશિશ બાદ બીએસએફએ ફાયરીંગ કરતા ઘુષણખોર યુવક ઠાર થયેલ.

ઘટનાની માહિતી બીએસએફના ઉચ્ચ અધિકારીઓને મળતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક પોલીસ અને બીએસએફની નજર હેઠળ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનને યુવક અંગે જાણ કરાશે. ઉપરાંત યુવકના ઇરાદા અને ઓળખ અંગે પણ તપાસ શરૂ કરાઇ છે.

(3:26 pm IST)