Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

વોટસએપમાં ડીલીટ કરી નાખેલ ફોટા ફાઇલ મેનેજરના માધ્યમથી પાછા મેળવી શકાય છે

મુંબઇ : વોટસએપમાં ઘણી વખત ભુલથી ડીલીટ કરી નાખેલ ઇમેજને પાછી મેળવી શકાય છે. જો કે આ ટ્રીક ફકત એન્ડ્રોઇડમાં કારગત છે આઇફોનમાં નહીં

સૌથી પહેલા તો તમારે ફાઇલ મેનેજરમાં જવાનુ રહે. ત્યાં વોટસએપ ફોલ્ડર ખોલીને જુઓ કે કે તમે ડીલીટ કરેલી ઇમેજ ત્યાં દેખાય છે. આના માટે તમારે ઇન્ટરનલ મેમરીમાં વોટસએપની અંદર મીડીયા અને તેની અંદર વોટસએપ ઇમેજ નમના ફોલ્ડરમાં જવાનું રહે છે.

હવે જો અહીં તમને ઇમેજ જોવા મળતી હોય તો સંભવ છે કે એ ઇમેજ તમે જે ગ્રુપમાં સેન્ડ કરી હોય તે ગ્રુપના કોઇ મેમ્બરે સેવ કરી રાખી હોય. જો ચેટના માધ્યમથી તમે એ ઇમેજ સેન્ડ કે રીસીવ કરી હોય તો ચેટ પાર્ટનરને આ બાબતે પુછી શકો છો. જો તેમણે હેમખેમ ઇમેજ સાચવી રાખી હોય તો તેમના પાસેથી તમે પરત મેળવી શકો છે.

આ રીતે ડીલીટ ઇમેજ તમને પરત મળી શકે. જો કે આ માટે જરૂરી છે કે તમે વોટસએપ બેકઅપ ફીચરને એનેબલ રાખ્યુ હોય. આ ફેરફાર કરવા માટે તમે સેટીંગ્સ-ચેટ બેકઅપમાં જઇ શકો છો. ત્યાં જઇને કયાં સુધીનો ડેટા સાચવવો છે તે નકકી કરી શકાય છે.

આ વસ્તુ આમ તો ગુગલ ઉપરથી પણ તમે કરી શકો. પરંતુ ત્યાં જઇને આવુ કરી શકો. અહીં એક મર્યાદા એ નડે છે કે ત્યાં એટલીયે બધી એપ્સ જોવા મળેછે. તેમાં તમારા ફોનના રૂટ એકસસ માંગે છે. તમે ઇમેજ રીકવર નહીં કરી શકો. જો રીકવર કરવી હોય તો પણ તમારી પાસે તેની ફી માંગે છે. એટલે આવી એપથી મોટેભાગે દુર રહેવુ જ હીતાવહ છે.

(11:56 am IST)