Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

નવી એજયુકેશન પોલીસીને કારણે

હજારો કરોડના પ્રાઇવેટ ટયુશન કલાસના બીઝનેસનો વાગી જશે મૃત્યુઘંટ

નવી દિલ્હીઃ સરકારે હાલનાં નવી શિક્ષણ નીતિ લાગુ કરી છે. માનવામાં આવી રહયું છે કે તેનાથી દેશમાં ચાલી રહેલા હજારો કરોડના ટયુશન કારોબાર પર આફતના વાદળો મંડરાશે. નવી શિક્ષણનીતિમાં એ વાત પાર જોર આપવામાં આવ્યું છે કે શાળામાં એવા વિષયો ભણાવવામાં આવે જેનાથી બાળકોને કોચીંગ કલાસ જવાની જરૂરીયાત રહેશે નહી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે કેન્દ્ર સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ સ્કુલ એજયુકેશન એન્ડ લિટ્રેસીનું બજેટ પ૯૮૪પ કરોડ છે પ્રાઇવેટ ટયુશનનો ખર્ચ બજેટનો અડધો છે. આ રીપોર્ટ એનએસઓ દ્વારા હાલમાં જાહેર થયેલા સર્વે ઓફ એજયુકેશન ર૦૧૭-૧૮ અને શિક્ષણ મંત્રાલયના ડેટા પર આધારીત છે.

હાયર સેકન્ડરી લેવલ પર પ્રાઇવેટ કોચીંગ માટે એક વિદ્યાર્થી પર વર્ષનો અંદાજે ખર્ચ રપ૧૬ રૂપીયા છે તે ખર્ચ સેકેન્ડ્રી લેવલ પર ૧૬૩ર રૂપીયા, અપર પ્રાઇમરી માટે ૮૪પ રૂપીયા અને પ્રાઇમરી માટે પ૦ર રૂપીયા છે  પ્રી-પ્રાઇમરી લેવલ પર બાળકો પર અંદાજે ખર્ચ રૂ. ૩૦૦ છે.

રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માતા-પિતા દ્વારા ભારતમાં દર વર્ષે સ્કુલ એજયુકેશનના નામ પર ૧.૯ લાખ કરોડ રૂપીયા ખર્ચ કરવામાં આવેલ છે. તેમાંથી અડધા પૈસા એજયુકેશન ફીના રૂપે ખર્ચ થાય છે ર૦ ટકા અંદાજે પુસ્તકોમાં ખર્ચાય છે અને ૧૩ ટકા ભાગ પ્રાઇવેટ ટયુશનમાં ખર્ચ થાય છે.

ઉલ્લેખનીય છે કે ન્યુ નેશનલ એજયુકેશનલ પોલીસીને આ પ્રકારનું ડીઝાઇન કરવામાં આવ્યું છે કે દરેક બાળકમાં સ્કિલ  ડેવલોપ કરવામાં આવે. નવી શિક્ષણ નીતિમાં વાયદો કરવામાં આવ્યો છે કે સરકાર આ દિશામાં જીડીપીનો ૬ ટકા ખર્ચ કરશે જો કે આ પોલીસી સૌથી મોટી પડકારજનક હશે. શિક્ષણોને નવા પાઠયક્રમ અને વિચાર મુજબ તૈયાર કરવુ અને બદલવું પડશે.

(11:54 am IST)