Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ખરીદીની આદતમાં પણ ફેરફાર

ઇમ્યુનીટી બુસ્ટરથી વેકયુમ કલીનર સુધી મહામારીમાં શું શું ખરીદી રહ્યા છે લોકો !

નવી દિલ્હી,તા.૮ : મહિના કરતા વધુ દિવસના લોકડાઉન બાદ ભારતીય ગ્રાહકોની ખરીદીની આદતમાં પણ બદલાવ આવ્યો છે. હવે તેઓ હેલ્થ જળવાઈ રહે તેવી ચીજવસ્તુઓ પર વધુ ખર્ચા કરતા જોવા મળી રહ્યા છે.

ડાબર અને ધ હિમાલય ડ્રગ કંપનીના ચ્યવનપ્રાશ જેવી પાંરપરિક પ્રોડકટ્સના વેચાણમાં વધારો થયો છે. આ સિવાય બાબા રામદેવની પતંજલિ આયુર્વેદે એપ્રિલ અને જૂન મહિના દરમિયાન વધુ વેચાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

માર્ચ મહિનાથી પેક કરેલા ફૂડના વેચાણમાં વધારો થયો છે. જેમાં મેગી નૂડલ્સ સૌથી લોકપ્રિય રહી છે. એપ્રિલ અને મે દરમિયાન પારલે પ્રોડકટ્સના પારલે-જી બિસ્કિટના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. કારણકે સરકારી એજન્સીઓ અને એનજીઓએ જરૂરિયાતમંદ લોકોમાં આ બિસ્કિટની વહેંચણી કરી હતી.

કોરોનાની મહામારીના કારણે લોકો મોટાભાગનો સમય ઘરમાં પસાર કરી રહ્યા છે. ઓનલાઈન રિટેલર ફ્લિપકાર્ટે જણાવ્યું કે માર્ચ મહિનાથી કુલ લેપટોપના સર્ચમાં બમણો વધારો જોવા મળ્યો છે. જી૫ના એકિટવ યૂઝર્સમાં મે મહિનામાં ૩૩ ટકાનો ઉછાળો આવ્યો છે.

કોરોનાની અસર અર્થતંત્ર પર પડતા ઘણાં લોકોએ નોકરી ગુમાવી છે. લોકો પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ગોલ્ડ જવેલરી પર લોન લેવા માટે મજબૂર છે. નાના વેપારીઓ પણ પોતાનો વેપાર ચલાવવા માટે ગોલ્ડ લોન લઈ રહ્યા છે. આ ટ્રેન્ડથી કેટલીક કંપનીઓએ ફાયદો થયો છે.

કોરોનાની મહામારી દરમિયાન લોકો મોટાભાગનો સમય ઘરમાં પસાર કરતા હોવાથી રસોઈ સંબંધિત સાધનોના વેચાણમાં વધારો નોંધાયો છે. જેમાં જયૂસર, મિકસર, માઈક્રોવેવ અને ટોસ્ટરનું વેચાણ વધ્યું છે. આ સિવાય વેકયુમ કલીનર અને ડિશવોશર્સની માગમાં પણ વધારો થયો છે. સલૂન બંધ રહેતા ટ્રિમરની માગ વધી છે.

(10:09 am IST)