Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

મંદીથી ત્રસ્ત ઓટો ઇન્ડસ્ટ્રીએ ૧૦ ટકા GST કટની માગણી કરી

પ્રવાસી વાહનોના ઉત્પાદનમાં ૩૧ ટકાનો ઘટાડોઃ મારૂતિએ પણ રપ ટકા ઉત્પાદન ઘટાડયું

નવી દિલ્હી તા. ૮: ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદીના કારણે હાહાકાર મચી ગયો છે. ઓટો સેકટરમાં સેલ્સમાં સતત ઘટાડાથી પરેશાન ઓટોમોબાઇલ કંપનીઓએ ડિમાન્ડ વધારવા માટે સરકાર સમક્ષ જીએસટી રેટ ર૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવાની માગણી કરી છે. કંપનીઓ ઇચ્છે છે કે સરકાર તેમના માટે જીએસટી રેટ ઘટાડવાની સાથેસાથે વધુ ડેપ્રેસિયેશન બેનિફિટ અને અનુ કૂળ સ્ક્રેપેજ પોલિસી પણ લાવે. તેમણે સરકારને બીએસ-૬ નોર્મ્સ લાગુ કરાયા બાદ બીએસ-પ નોર્મ્સ પર કસોટીમાંથી ખરી ઉતરનાર ગાડીઓના વેચાણ માટે મંજુરી આપવાની પણ માગણી કરી છે.

ઓટો કંપનીઓની મુશ્કેલી જાણવા માટે નાણાપ્રધાન સીતારમન દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ઓટો ઇન્ડસ્ટ્રીએ સરકાર સમક્ષ રાહત પેકેજ આપવાની માગણી કરી છે અને જીએસટીમાં ૧૦ ટકા જેટલો ઘટાડો કરવા પણ માગણી કરી છે. સેલ્સને વધારવા ઇન્ડસ્ટ્રીને સરળતાથી ફાઇનાન્સ પણ ઉપલબ્ધ કરાવવા માટે માગણી કરી છે. વાહનોનું ઉત્પાદન જુલાઇમાં ૩૧ ટકા ઘટીને બે લાખ યુનિટ પર આવી ગયું છે.

ઓટોમોબાઇલ કંપનીઓએ સરકારના ઇલેકિટ્રક વાહનો પર ભાર મુકવા સામે પણ સવાલ ઉઠાવ્યા છે. ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદી હાવી હોવાથી મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ વિહિકલ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી સુસ્તીને લઇને જુલાઇ મહિનામાં ઉત્પાદનમાં રપ.૧પ ટકાનો પણ કાપ મૂકયો છે. મારૂતિએ સતત છઠ્ઠા મહિને પણ ઉત્પાદન ઘટાડયું છે. મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ મુંબઇ સ્ટોક એકસચેન્જને જણાવ્યું હતું. કે જુલાઇ-ર૦૧૯માં તેમના દ્વારા ૧,૩૩,૬રપ વાહનોનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ અગાઉ એક વર્ષ પહેલાં આ જ મહિનામાં કંપનીએ ૧,૭૮,પ૩૩ વાહનોનું ઉત્પાદન કર્યું હતું. ગયા મહિને કંપનીએ ૧,૩૦,પ૪૧ પેસેન્જર વિહિકલનું ઉત્પાદન કર્યું હતું.

(3:57 pm IST)