Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

આર્ટિકલ 370 હટાવવા પર ભારતે માહિતી આપી હોવાના હેવાલને અમેરિકાએ નકાર્યા

બેંગકોકમાં વિદેશમંત્રી એસ,જયશંકરે નિર્ણ્ય અને માઈક પૉમ્પિયોને માહિતી આપ્યાની વાતને રદિયો

 

નવી દિલ્હી :અમેરિકાએ એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે ભારતે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરતા પહેલા તેને જાણ કરી દીધી હતી. અમેરિકા અને ભારતના કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે વિદેશ પ્રધાન એસ જયશંકરે ગયા અઠવાડિયે બેંગકોકમાં એક બેઠક દરમિયાન જમ્મુ-કાશ્મીર અંગેના ભારતના નિર્ણય અંગે વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોને માહિતી આપી હતી.

  દક્ષિણ અને મધ્ય એશિયાના વિદેશ રાજ્ય પ્રધાન એલિસ જી. વેલ્સે પ્રેસ રિપોર્ટિંગની વિરુદ્ધ ટ્વિટ કર્યુ કે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરના વિશેષ બંધારણીય સ્થિતિને રદ કરવાની કાર્યવાહી કરતા પહેલા અમેરિકી સરકારની સલાહ અથવા સુચના આપી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો પાછો લેવા ભારતે બંધારણની આર્ટિકલ 370 રદ કરી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી દીધી.

(12:00 am IST)