Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

એનડીટીવી પર સેબીએ લગાવેલ બે કરોડનો દંડ ટ્રિબ્યુનલે યથાવત રાખ્યો

 

સિક્યોરિટીઝ અપીલ ટ્રિબ્યુનલ (સૈટ ) એ મીડિયા જૂથ એનડીટીવી પર સેબીએ લગાવેલા બે કરોડના દંડને યથાવત રાખ્યો છે સેબીએ કંપની પર 450 કરોડના કર માંગ સાથે સંકળાયેલ જાણકારી સાર્વજનિક કરવામાં ખામીને લઇને એનડીટીવી પર દંડ ફટકાર્યો હતો

સૈટએ કંપની સાથે તેના નિર્દેશક પ્રણવ રોય અને રાધિકા રોય સહીત ત્રણ અધિકારીઓ પર સેબીએ લગાવેલ 19 લાખના દંડને પણ યથાવત રાખ્યો હતો

   જોકે સૈટએ  કહ્યું કે સમજૂતીના ઉલ્લંઘન બદલ કંપનીના અધિકારીએ અનુપસિંહ જુનેજા પર લગાવેલ બે લાખનો દંડ યોગ્ય નથી

  સૈટન આદેશ મુજબ જુનેજા ભેંદીયા કારોબારના નિયમ મુજબ એક લાખનો દંડ આપવા જવાબદાર છે

સૈટએ  નિર્ણંય એનડીટીવીએ દાખલ કરેલી અપીલ પર આવ્યો છે એનડીટીવીએ સેબીના જૂન 2015 અને માર્ચ 2018ના આદેશ વિરુદ્ધ અપીલ કરી હતી

કમ્પનીએ આવકવેરા વિભાગ દ્વારા કરાયેલ; 450 કરોડની વેરા માંગ અને કમ્પનીના ટોચના કાર્યકારી અધિકારીઓ દ્વારા કરાયેલ શેરના વેચાણ સબંધી સૂચના શેરબજારમાં આપવામાં વિલબ કર્યો હતો આ મામલે સેબીએ દંડ ફટકાર્યો હતો

(12:00 am IST)