Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ટેલીગ્રામ મેસેન્જર એપ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી:સુરક્ષા એજન્સીઓએ સરકારને કરી સાવધ

 

નવી દિલ્હી :કેન્દ્ર સરકાર ટેલીગ્રામ મેસેન્જર એપ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે સુરક્ષા એજન્સીઓએ આ એપની ગેરકાયદે ગતિવિધિઓમાં ઉપયોગ થવાનાં સંબંધમાં સરકારને સાવધ કર્યા છે. કડક ઇંક્રિપ્શનને લઇ આ મેસેન્જર પર થનારી વાતચીતને સુરક્ષા એજન્સીઓને ચોકીદારી કરવામાં મુશ્કેલી આવી રહી છે.અત્રે ઉલેલ્ખનીય છે કે  રશિયા અને ઇરાન ટેલીગ્રામ એપ પર પ્રથમ પ્રતિબંધ લગાવી ચૂકેલ છે.

  ટેલીગ્રામ નામની એપ લગભગ વોટ્સએપની હરોળમાં જ છે કે જેને આધારે બે વ્યક્તિ મેસેજને આધારે વાતચીત કરી શકે છે. ઇલેક્ટ્રોનિક અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય દેશનાં વિભિન્ન ભાગોમાં વોટ્સએપની બે નોટીસો મોકલી દીધેલ છે કે જેનો જવાબ વોટ્સએપ પ્રશાસન તરફથી આપવામાં આવેલ છે.

  બીજી બાજુ ફર્જી મેસેજોની સાવધાનીને માટે સરકારની પૂરી સહાયતા કરવા માટે તૈયાર છે. આઇટી મંત્રાલયનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર ટેલીગ્રામનાં મામલામાં પણ સરકાર પહેલા નોટિસ મોકલીને ચેતવણી દેવા ઇચ્છતી હતી. પરંતુ સુરક્ષા એજન્સીઓ તરફથી અવૈદ્ય ગતિવિધિઓ અને બે દેશોમાં આ એપ પર પ્રતિબંધ લગાવવાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

(9:57 pm IST)