Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

દફનવિધિની સાથે સાથે.....

કરૂણાના અનેક સમર્થકો આઘાતથી બેભાન થયા

ચેન્નાઇ,તા. ૮ : તમિળનાડુના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા ડીએમકેના વડા એમ કરૂણાનિધિના અંતિમ સંસ્કાર વેળા લોકો ઉમટી પડ્યા હતા. જનસૈલાબ ચેન્નાઈના માર્ગો ઉપર ઉમટી પડ્યા બાદ પોલીસને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ચેન્નાઈમાં રાજાજી હોલથી કરૂણાનિધિની શવયાત્રા નિકળી હતી ત્યારબાદ મરીના બીચ ઉપર તેમની દફનવિધિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંતિમવિધિની સાથે સાથે નીચે મુજબ છે.

*    પાંચ વખતના મુખ્યમંત્રી કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપવા ચેન્નાઈમાં લોકો ઉમટી પડ્યા

*    ચેન્નાઇના તમામ માર્ગો ઉપર સમર્થકોના સૈલાબને રોકવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી

*    વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, ફિલ્મસ્ટાર રજનીકાંત અને કમલ હાસન પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા

*    કલાઈનાર નામથી લોકપ્રિય ડીએમકે નેતાના અંતિમ દર્શન માટે ચેન્નાઈમાં રાજાજી હોલ ઉપર પણ ભીડ જામી

*    એક સમયે દ્રવિડ આંદોલનના કેન્દ્રબિંદુ રહેલા કરૂણાનિધિની અંતિમયાત્રા સાંજે ચાર વાગ્યાની આસપાસ શરૂ કરવામાં આવી

*    ત્રણ કિલોમીટરના માર્ગ ઉપર અંતિમ યાત્રા રહ્યા બાદ દફનવિધિના સ્થળે પહોંચી

*    રાજાજી હોલથી મરીના બીચ સુધીના માર્ગ ઉપર લોકો ઉમટી પડ્યા

*    લોકોની અવરજવર પર નજર રાખવા ડ્રોનનો ઉપયોગ કરાયો

*    મરીના તરફ દોરી જતાં રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી

*    સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દફનવિધિ કરાઈ

*    આરજેડીના તેજસ્વી યાદવ, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સ્ટાલિનની સાથે દેખાયા

*    રાહુલ ગાંધીએ રાજાજી હોલ ખાતે પહોંચીને શ્રદ્ધાંજલિ આપી

*    ચેન્નાઈમાં રાજાજી હોલ ખાતે અંતિમદર્શન વેળા ભાગદોડમાં બે લોકોના મોત થયા

*        કરૂણાનિધિની સમાધિ માટે જમીનને લઇને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો પરંતુ દફનાવવાની મંજુરી મળી ગઈ

(7:20 pm IST)