Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

રાષ્‍ટ્રધ્વજ સરકારી ભવનો ઉપર રવિવાર તથા રજાના દિવસોમાં સુર્યોદયથી સુર્યાસ્‍ત સુધી ફરકાવી શકાય છેઃ સ્‍વાતંત્ર્ય દિન પૂર્વે રાષ્‍ટ્રધ્વજ ફરકાવવાના નિયમોની વિસ્‍તૃત જાણકારી

નવી દિલ્હીઃ સ્વરાજ મારો જન્મસિધ્ધ અધિકાર છે અને તે હું લઇને જ જંપીશ આ નારો સ્વતંત્રતાના સંગ્રામના મહાનાયક બાળ ગંગાધર તિળકે આપ્યો છે. તેમના જીવનમાં તો નહીં પરંતુ આ આ અધિકાર 14 ઓગસ્ટ 1947ના રોજ પ્રજાના મળવા પામ્યો. ભારતની સ્વતંત્રતાના કેટલાક દિવસ પહેલા 22 જુલાઇ 1947ના રોજ ઓયોજીત ભારતીય બંધારણ સભાની બેઠકમાં દેશના રાષ્ટ્રીય ધ્વજને અપનાવવામાં આવ્યો. આ દિવસથી જ તિરંગાને રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો. આ દિવસથી જ આપણો રાષ્ટ્રીય ધ્વજ દેશના ગૌરવનું પ્રતિક બની ગયો.

 

ઉલ્લેખનીય છે કે, ભારતના રાષ્ટ્રીય ધ્વજનો ઉલ્લેખ આપણા બંધારણમાં પણ કરાયેલ છે. જેના માટે કેટલાક ચોક્કસ કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે. આ કાયદાનું પાલન કરવું ભારતના દરેક નાગરિકની ફરજ છે. દરેક સ્વતંત્રતા દિવસ પર ભારતના વડાપ્રધાન આ ધ્વજને લાલકિલ્લા પરથી ફરકાવે છે. 
અમે આપને આજે રાષ્ટ્ર ધ્વજ સાથે જોડાયેલ કેટલાક નિયમો વિશે જાણકારી આપીશું આ નિયમોનું ફરજીયાત પાલન થાય તે ભારતના દરેક નાગરિકની ફરજ છે. આ નિયમો ભારતીય ધ્વજ સંહિતા-2002માં આલેખવામાં આવ્યા છે. આ નિયમો 26 જાન્યુઆરી,2002માં લાગુ કરવામાં આવ્યો હતો.
નાગરીકની સુવિધા માટે 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. સંહિતાના પ્રથમ ભાગમાં રાષ્ટ્ર ધ્વજનું સામાન્ય વિવરણ કરવામાં આવેલ છે. બીજા ભાગમાં જનતા, અંગત સંગઠનો અને  શૈક્ષણિક સંસ્થાઓના સભ્યો દ્વારા ધ્વજના પ્રદર્શન અંગે જાણકારી આપવામાં આવી છે.
રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાના કેટલાક નિયમો
- રાષ્ટ્રીય ધ્વજના સન્માન આપવાની પ્રેરણા માટે તેને શૈક્ષણિક સંસ્થાઓમાં ફરકાવવો જોઇએ.
- વિદ્યાલયોમાં ધ્વજ આરોહણમાં નિષ્ઠાની એક સપથને સામેલ કરવી જોઇએ.
- કોઇ સાર્વજનિક, અંગત સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓના સભ્યો દ્વારા રાષ્ટ્રીય ધ્વજનું પ્રદર્શન દરેક દિવસો, તહેવારોમાં આયોજન કરીને સન્માન સાથે ફરકાવી શકાય છે.
-સંહિતાની ધારા-2માં દેશના બધા નાગરીકોએ પોતાના પરિસરમાં ધ્વજ ફરકાવવાનો અધિકાર આપવામાં આવેલ છે.
- જ્યાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતો હોય તે સ્થળે ધ્વજ સ્પષ્ટ દેખાવો જોઇએ.
-સરકારી ભવનો પર ધ્વજ રવિવાર તથા અન્ય રજાના દિવસોમાં સુર્યોદયથી સુર્યાસ્ત સુધી ફરકાવી શકાય છે. 
-
રાષ્ટ્રધ્વજને માત્ર રાષ્ટ્રીય શોકના સિવાય અડધી કાઠીએ ફરકાવી ના શકાય.

(6:56 pm IST)