Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

આઝાદી પર્વની ભેટ આપતા વજુભાઇઃ કર્ણાટક રાજભવન એક પખવાડિયુ પ્રજા માટે ખૂલ્લુ

રાજકોટ : કર્ણાટક (બેંગ્લોર) માં સામાન્ય રીતે સામાન્ય પ્રજા માટે બંધ રહેતા રાજભવનના દ્વારા એક પખવાડીયા સુધી સૌ માટે ખૂલ્લા રહેશે. કોઇપણ નાગરિક રાજભવનની ખૂબીઓ નજરે નિહાળી શકે તે માટે રાજયપાલ શ્રી વજુભાઇ વાળાએ તા. ૧૬ થી ૩૧ ઓગસ્ટ સુધી દરરોજ સાંજે ૪ થી ૬.૩૦ વાગ્યા સુધી રાજભવન સંકુલ સૌ માટે ખૂલ્લૂ રાખવાની સૂચના આપી છે. કર્ણાટકના ઇતિહાસમાં આ પ્રકારનો પ્રથમ પ્રસંગ છે. કોઇપણ નાગરિક રાજભવનના નીતિ નિયમ મુજબ ઓન લાઇન સમય મેળવીને રાજભવનની મુલાકાત લઇ શકશે. મુલાકાતીઓને રાજભવનની ખાસીયતોથી વાકેફ કરવા પાંચ ગાઇડની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટકનું રાજભવન દેશના જોવા લાયક શ્રેષ્ઠ રાજભવનોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. (પ-૧૬)

(3:58 pm IST)