Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

સેમસંગે છેલ્લા બે મહિનામાં બીજી વખત ટીવીના ભાવ ઘટાડ્યા

સ્માર્ટફોનની જેમ ટેલિવિઝન માર્કેટમાં પણ બજારહિસ્સો ગુમાવવો પડશે તેવી બીકને કારણે

કોલકાતા, તા.૮:  સ્માર્ટફોનની જેમ ટેલિવિઝન માર્કેટમાં પણ બજારહિસ્સો ગુમાવવો પડશે તેવી બીકને કારણે ટીવી માર્કેટની નં ૧ કંપની સેમસંગે છેલ્લા બે મહિનામાં બીજી વખત ટેલિવિઝનના ભાવમાં દ્યટાડો કર્યો છે એમ ઉદ્યોગજગતના ત્રણ સિનિયર એકિઝકયુટિવ્સે જણાવ્યું હતું. સેમસંગે છેલ્લે જૂનમાં કેટલાંક મોડલ્સના ભાવમાં ૧૦-૨૦ ટકાનો દ્યટાડો કર્યો હતો અને હવે લગભગ તમામ સાઇઝના ટીવીના ભાવ દ્યટાડ્યા છે.કંપનીએ આ વખતે સૌથી વધુ વેચાતા ૩૨થી ૪૩ ઇંચના ટીવીના ભાવમાં પાંચ ટકા (અથવા ઈં ૧,૦૦૦થી ઈં ૨,૫૦૦) જેટલો દ્યટાડો કર્યો છે જયારે ૭૫ ઇંચના વિશાળ કદના ટીવીના ભાવમાં ૧૫ ટકા અથવા ઈં ૪૫,૦૦૦નો ઘટાડો કર્યો છે. માર્કેટમાં વેચાતા કુલ ટીવીમાં ૮૦ ટકાથી પણ વધુ હિસ્સો ૩૨થી૪૩ ઇંચના ટીવીનો હોય છે.આ માર્કેટના એકિઝકયુટિવ્સ કહે છે કે, ઓનલાઇન વેચાણ પર ભાર મૂકતી TCL, શાઓમી, BPL, Vu, સાન્યો અને કોડાક જેવી બ્રાન્ડ્સના ભાવ સાથેનો તફાવત ઘટાડવા માટે સેમસંગે નવાં મોડલ લોન્ચ કર્યાના બે મહિનાની અંદર જ તેનો ભાવ ઘટાડ્યો હોય તેવી આ પ્રથમ દ્યટના છે. નવી આવેલી ચાઇનીઝ અને અન્ય બ્રાન્ડ્સે ટીવી માર્કેટમાં ૧૪ ટકા બજારહિસ્સો મેળવી લીધો છે અને સસ્તી કિંમતને કારણે આ બ્રાન્ડ્સની માંગ ધીમે ધીમે વધી રહી છે.ભાવ દ્યટાડ્યા બાદ પણ સેમસંગના ૪૩ ઇંચના ટીવીનો ભાવ ઈં ૩૭,૦૦૦ છે, જેની સામે TCL નોભાવ ઈં ૨૮,૪૯૦ અને થોમ્સનનો ભાવ ઈં ૨૭,૯૯૯ છે. પરંતુ સેમસંગ અન્ય પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ (LG, સોની અને પેનાસોનિક)ની જેમ બ્રાન્ડ વેલ્યૂ અને આફ્ટર-સેલ્સ સર્વિસના જોરે ગ્રાહકોને આકર્ષતી રહેશે તેવી અપેક્ષા છે.વૈશ્વિક સ્તરે ટેલિવિઝન પેનલના ભાવમાં વધારો થયો હોવાથી ઉદ્યોગ ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યો હતો તેવા સમયે સેમસંગે ભાવમાં દ્યટાડો કર્યો છે, જેથી LG, પેનાસોનિક અને સોની જેવી હરીફ કંપનીઓ પણ ભાવમાં ઘટાડો કરશે અથવા તો ભાવ યથાવત્ સ્તરે જાળવી રાખશે. પેનાસોનિકે તાજેતરમાં જ ૪૦ ઇંચથી મોટા કદના ટીવીનાં કેટલાંક મોડલ્સના ભાવમાં ઘટાડો કર્યો હતો.મુંબઈ સ્થિત ૨૬ સ્ટોર ધરાવતી ઇલેકટ્રોનિકસ ચેઇન કોહિનૂરના ડિરેકટર વિશાલ મેવાણી કહે છે કે, ઙ્કભાવની બાબતમાં આક્રમક ટીવી બ્રાન્ડ્સ ધીમે ધીમે બજારહિસ્સો કબજે કરી રહી છે અને સેમસંગ આ કંપનીઓના ભાવની બરોબરી કરવાનો પ્રયાસ કરી રહી છે. ગ્રાહકોને વાજબી ભાવમાં સારી વસ્તુ આપવા માટે સેમસંગે પ્રત્યેક કદનાં એન્ટ્રી-લેવલ મોડલ્સના ભાવમાં ઘટાડો કર્યો છે.૫૫ સ્ટોર ધરાવતી ગ્રેટ ઈસ્ટર્ન રિટેલના ડિરેકટર પુલકિત બૈદે કહ્યું હતું કે,  આ વર્ષે સેમસંગ વધારે આક્રમક બની છે અને અનેક પ્રોડકટ બજારમાં મૂકવાની સાથે સાથે ભાવ પણ દ્યટાડી રહી છે. તહેવારોની સીઝન પહેલાં લીધેલું આ પગલું તેને બજારહિસ્સો વધારવામાં મદદરૂપ બનશે. ટીવી માર્કેટમાં સેમસંગ લગભગ ૩૦ ટકા બજારહિસ્સો ધરાવે છે.

(11:41 am IST)