Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

૨૦૧૬-૧૭માં પ્રાદેશિક પક્ષોમાં સોૈથી વધુ દાન શિવસેનાને મળ્યું: આપ બીજ

એડીઆરનો રિપોર્ટઃ ત્રીજા ક્રમે અકાલી દળ

નવીદિલ્હી તા.૮: વર્ષ ૨૦૧૬-૧૭માં પ્રાદેશિક પક્ષોને કુલ ૯૧.૩૭ કરોડનું દાન મળ્યું હતું જેમાં શિવસેના પ્રથમ અને આપ બીજા સ્થાને રહયું છે. એડીઆરના રીપોર્ટમાં જણાવાયુું છે એ મુજબ.

૨૦૧૬-૧૭માં પ્રાદેશિક પક્ષોને ૬૩૯ દાનમાં કુલ ૯૧.૩૭ કરોડ રૂપિયા મળ્યા હતા. જેમાં ૨૦,૦૦૦ થી ઓછું અને તેથી વધુ સામેલ છે.

શિવસેનાને ૨૯૭ દિવસોમાં ૨૫-૬૫ કરોડ, આપને ૩૮૬૫ દાનમાં ૨૪-૭૩ કરોડ અકાલીદળને ૧૫-૪૫ કરોડ મળ્યા હતાં.

આ રીપોર્ટ પક્ષો દ્વારા ચૂંટણી પંચને અપાયેલી વિગતો પર આધારિત છે. જેમાં ૭૨.૦૫ ટકા દાન (રૂ. ૬૫.૮૩ કરોડ) શિવસેના, આપ અકાલીદળને મળ્યું છે.

૨૦૧૫-૧૬ની તુલનાએ ૨૦૧૬-૧૭માં વૃદ્ધિની વાત કરીએ તો અસમ ગણ પરિષદને દાનમાં ૭૧૮૩ ટકા, અકાલીદળને ૫૮૪૨ ટકા, જેડીએસને  મળતા દાનમાં ૫૯૬ ટકાનો વધારો મળ્યો છે.(૧.૩)

(10:31 am IST)